હાલ રાજસ્થાન તરફ પ્રવાસીઓનો ધસારો છે ત્યારે અરવલ્લી જિલ્લાની મહત્વપૂર્ણ નેશનલ હાઈવે પર આવેલી રતનપુર બૉર્ડર પર પોલિસ બંદોબસ્ત કરવામાં આવી રહ્યું છે… ઘણાં દિવસથી રાજસ્થાન અને ગુજરાતની સીમાઓ પર પ્રવાસીઓ પર પથ્થરમારાની તેમજ હેરાન પરેશાન કરવાની ઘટનાઓ સામે આવી રહી છે… એટલું જ નહીં પ્રવાસીઓ ને કેટલાક લોકો માર મારવાના પણ વીડિયો વાઇરલ થયા છે, જેને લઇને અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા રતનપુર ચેકપોસ્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે..
આબુ રૉડ પર ગુજરાતી પ્રવાસીઓ સાથે મારામારી ની ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો, જોકે આ બાબતે હજુ ખરાઈની પુષ્ટી થઈ નથી, પણ, અરવલ્લી જિલ્લા પોલિસ પણ હવે સતર્કતા દાખવી રહી છે.. રાજસ્થાન તરફ જતાં મહત્વપૂર્ણ આંતરરાજ્ય સીમા, રતનપુર ચેકપોસ્ટ પર પોલિસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલુ છે.. આ સાથે જ જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલ પણ નજર રાખી રહ્યા છે. કોઈપણ સમયે, મદદ માટે અરવલ્લી જિલ્લા કંટ્રોલ રૂમ નંબર 100 અથવા તો 95123 36622 પર સંપર્ક કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે..