ભિલોડા,તા.૦૫
ભિલોડા મામલતદાર રણજીતસિંહ મોરી ની અમદાવાદના વટવામાં બદલી થતાં સન્માનભેર વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.સમારંભ અધ્યક્ષ ભિલોડા-મેઘરજ બેઠકના ધારાસભ્ય પી.સી.બરંડા, ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નિનામા, ભિલોડા તાલુકા ભાજપ સંગઠન, પ્રમુખ (હિંમતનગર – સાબર ડેરી, ડિરેક્ટર) કાંતિભાઈ પટેલ, ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કાંતિલાલ ખરાડી, ભિલોડા તાલુકા પંચાયત પુર્વ કારોબારી અધ્યક્ષ, વિક્રમભાઈ પટેલ, ધંબોલીયા ગ્રૃપ ગ્રામ પંચાયત ઉપ સરપંચ ઈન્દ્રજીતસિંહ રાઠોડ, મનીષભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ, વાડીલાલ પટેલ, અમિતભાઈ ચૌહાણ, સંકેતભાઈ ચૌધરી, જીતકુમાર ત્રિવેદી, રાજકીય, સામાજીક આગેવાનો, વેપારીઓ, નાયબ મામલતદાર મયુરભાઈ પટેલ, આરતીબેન સોની, મામલતદાર કચેરી સમગ્ર સ્ટાફ પરીવાર, પોલીસ સ્ટેશન P.I. એચ.પી.ગામીત, T.H.O. ડો. વી.સી.ખરાડી, વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિ દરમિયાન મામલતદાર રણજીતસિંહ મોરી ને ફુલહાર પહેરાવી, શાલ ઓઢાડી, મોમેન્ટો આપી સન્માનભેર વિદાય અપાઈ હતી.સામુહિક ભોજન સમારંભ યોજાયો હતો.