અંકિત ચૌહાણ/જય અમીન
રાજ્ય સરકાર દ્વારા વિદ્યા સહાયક ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેને લઇને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિક્ષણ વિભાગની કચેરી ખાતે ફોર્મ જમા કરાવવા માટે ઉમેદવારો પહોંચી રહ્યા છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી જિલ્લાના મુખ્ય મથકે ફોર્મ ભરવા અને ફોર્મ જમા કરાવવા માટે શિક્ષણ વિભાગની કચેરી ખાતે પહોંચે છે જોકે કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે ઉમેદવારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અરવલ્લી જિલ્લા પંચાયતની શિક્ષણ અને શાખા ખાતે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી ઉમેદવારો ફોર્મ જમા કરાવવા માટે પહોંચી રહ્યા છે, જોકે ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે હાલાકીઓનો સામનો કરવો પડે છે. શિક્ષણ શાખા નજીક પીવાના પાણીની પરબ છે જોકે પાણીની પરબ શિક્ષણ શાખાની મહેરબાની અને 7મા પગારપંચનો લાભ ન મળ્યો હોય તેમ બંધ જોવા મળી રહી છે. શૌચાલય નજીક જ પીવાના પાણીની અવ્યવસ્થાથી અનેક સવાલો શિક્ષણ વિભાગ સામે ઉઠી રહ્યા છે. ઉમેદવારો માટે ચી તો આપવાના નથી પણ પાણીની વ્યવસ્થા’ય કરી નથી અને સરકારના પૈસે કહો કે કર્મચારીઓ ના, કચેરીમાં ફોર્મ સ્વીકારતા કર્મચારીઓ એક બેલ મારે અને ચા પાણી સહિતની વ્યવસ્થાઓ થઈ જાય છે.