શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના સંભાલી ગામે રહેતા યુવાન તેની દિકરીને તાવ આવતો હોવાથી તેમના ભાઈ સાથે બાઈક પર શહેરા ખાતે સારવાર માટે લઈ જતા હતા તે સમયે ગમનબારિયા ના મુવાડા ગામે રોડ પર એક ટ્રેકટર આવી જતા બાઈકચાલકની ગાડી ખાડામા ઉતરી ગઈ હતી. આ બાબતે ટ્રેકટર ચાલકને ઠપકો આપતા જોઈને કેમ નથી વાળતા તેમ કહેતા સંભાલી ગામના યુવાન સાથે મારામારી કરી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપતા એક મહિલા સહિત ત્રણ જણ સામે શહેરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોધાવી પામી છે.
શહેરા પોલીસ મથક ખાતે યુવાનના પિતા નોધાયેલી ફરિયાદમા જણાવાયુ હતુ કે મારા છોકરા હરીશ ખાંટ અને દિપક ખાંટ તેમની પૌત્રીને તાવ આવતો હોવાથી બપોરના સમયે શહેરા ખાતે દવાખાને લઈ જતા હતા. તે સમયે તેમના પર દિકરા હરીશનો ફોન આવ્યો હતો કે અમે રસ્તા પર જતા હતા તે સમયે એક ટ્રેકટરચાલકે એકદમ તેનુ ટ્રેકટર વળાવી જતા અને અમારી બાઈક સાઈડમા ઉતરી ગઈ હતી. આ મામલે ટ્રેકટરના ચાલક (1) બારિયા કનુભાઈ નાનાભાઈ (2) બારિયા અજયભાઈ કનુભાઈ (3) અંબાબેન નાનાભાઈ એમ ત્રણ જણ અમારી સાથે ઝગડો કરે છે. તેમ કહેતા તેમના પિતા પણ તેમના ભાઈ સાથે ગમનબારિયા પહોચ્યા હતા. ત્યા સામેવાળા વચ્ચે બોલાચાલી થતી હતી. આ ત્રણેય આરોપીઓએ મારામારી કરીને ગડદાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમા મારનો ભોગ બનેલાને ઈજા થતા લુણાવાડા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. આ મામલે ત્રણ આરોપી સામે શહેરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ હતી.