પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની ૨૨૫ મી જન્મ જયંતીની ઉજવણી રેલ્લાવાડા ખાતે આવેલા સંત શ્રી જલારામ બાપા ના મંદિરે ધામધૂમથી ઉજવણી કરવામા આવી હતી સંત શ્રી જલારામ બાપાની ૨૭ મી જન્મ જયંતી રેલ્લાવાડા ખાતે ઉજવવામાં આવી હતી
આ પાવન પ્રસંગે મહા અભિષેક સવારે ૭ કલાકે કરાયો હતો જેમાં ગંગાજળ, દૂધ, દહીં, કેસર, તેમજ ચરણામૃત દ્વારા બાપાની મૂર્તિ ને અભિષેક કરાયો હતો અને રંગ બેરંગી મોરપીંછ વાઘાથી શણગાર કરવામાં આવ્યો હતો ત્યાર બાદ મહા આરતી યોજાઈ હતી જેમાં આજુબાજુના ગામના ભક્તો જનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આરતીનો લ્હાવો લીધો હતો મંદિર પરિસરમાં દર વર્ષની જેમ આ સાલે પણ રેલ્લાંવાડા ગ્રામજનો દ્વારા મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન ગ્રામજનો તેમજ જલારામ બાપા સેવક મંડળ રેલ્લાવાડા દ્વારા કરાવમાં આવ્યું હતું અને બાપાની જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી