નવા વર્ષના પ્રારંભે મોડાસિયા પરગણા બારગામ રોહિત સમાજ સેવા મંડળ ધનસુરા સમાજવાડી ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા .આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખશ્રી જયંતીભાઈ.એસ.પ્રિયદર્શી એ સમાજ સમક્ષ સમાજ ની વિકાસ ગાથાની રજૂઆત કરી હતી તેમજ સમાજ નું યુવાધન સુશિક્ષિત થાય અને ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપી હતી તેમજ સૌને નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં રોહીત સમાજના પ્રમુખ શ્રી ડૉ .એચ કે સોલંકી તથા સમાજના આગેવાનો શ્રી એસ એમ રાઠોડ , શ્રી ડૉ.ગીરીશભાઈ, ડૉ .આર. એન.પરમાર, કૌશિકભાઈ, મંત્રી કાંતિભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમાજ સમક્ષ કાર્યક્રમ ને અનુરૂપ ઉદબોધન કર્યું હતું. અંતે અનિલભાઈ છેવાડીયા દ્વારા સમાજને વ્યસનમુક્ત બનાવવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભોજન દાતા શ્રી રમણભાઈ એમ રાઠોડ નો સમાજ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો . કાર્યક્રમના અંતે ધીરજભાઈ રાઠોડે આભારવિધી વિધિ કરી હતી.