અંકિત ચૌહાણ/જય અમીન
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેરાત કરી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે… ચાલુ વર્ષે એક ખેડૂત પાસે, બે હેક્ટરે 200 મણ, મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી છે… આ પહેલા બે હેક્ટરે, 125 મણ મગફળીની ખરીદી થતી હતી, જેથી ખેડૂતોને ફાયદો થશે. એટલું જ નહીં ચાલુ વર્ષે ખુલ્લા બજારમાં મગફળીનો ભાવ અંદાજે, અગિયાર સો રૂપિયે પ્રતિ મણની આસપાસનો ભાવનો છે, જેની સામે ટેકાનો ભાવ 1356 રૂપિયા પ્રતિ મણ છે.
અરવલ્લી જીલ્લાના તમામ તાલુકા મથકના વિવિધ કેન્દ્રો પર વિધિવત રીતે, મગફળી ની ખરીદી કરવાની શરૂઆત કરવામાં આવી છે… મોડાસા નવા માર્કેટ યાર્ડ ખાતે પણ ખેડૂતો, મગફળી લઇને આવી પહોંચ્યા હતા… ટેકાનો ભાવ ઊંચો હોવાથી ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી..
દર વર્ષે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવતી હોય છે, જોકે આ વર્ષે સારો ભાવ ખેડૂતોને મળવાનો છે, ત્યારે યોગ્ય વ્યવસ્થા અને સમયસર ખરીદી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે…આ સાથે જ કોઈ અવ્યવસ્થા ન સર્જાય, તેનું પણ ધ્યાન રાખવામાં આવે, તે મહત્ત્વનું છે.