ગોધરા,
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના ભૂરાવાવના ડબગરવાસ વિસ્તારમાં આવેબી ખુલ્લી જગ્યામાં અધૂરા માસે જન્મેલા નવજાત બાળકો ફેકી ગયાની ઘટનાને કારણે ચકચાર મચી છે.સ્થાનિકો દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામા આવી હતી.
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા ડબગર વાસ ખાતે એક કોમન પ્લોટ માં કોઈ નિર્દય માતા અધૂરા માસે જન્મેલા બે નવજાત શિશુ ફેંકી જવાની ઘટના બની છે.કોમન પ્લોટ માં નવજાત શિશુને ફેંકી જતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોધરા સ્થાનિક પોલીસને જાણ કરવામા આવી હતી.પોલીસે ઘટના સ્થળ ઉપર આવી નવજાત શિશુને કબજે કરી વધુ તપાસ હાથ ધરેલ છે નવજાત શિશુ કોણ ફેંકી ગયું તે દિશામાં પોલીસે તપાસની ધમધમાટ શરૂ કર્યો છે.બીજી બાજુ ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ ડબગર વાસ ખાતે બે અધૂરા માસે જન્મેલા નવજાત શિશુને ફેંકી જતા લોકટોળા ઉમટી પડ્યા હતા.પંચમહાલ જીલ્લામાં આ પહેલા પણ આવી ઘટનાઓ બનતી રહે છે.