33 C
Gujarat
Wednesday, July 15, 2026
Home HeadLines બનાસકાંઠા : વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને મતદારોમાં ઉત્સાહ, પોલિસનો ચુસ્ત બંદોબસ્ત

બનાસકાંઠા : વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને મતદારોમાં ઉત્સાહ, પોલિસનો ચુસ્ત બંદોબસ્ત

0
77

બનાસકાંઠા જિલ્લાના ૦૭- વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન પર સવારે ૦૭.૦૦ વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. વહેલી સવારે ૭ વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઇ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!