ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ મેળામાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ટેંટ બનાવશે..12 વર્ષમાં એકવાર યોજાતા કુંભમેળાને લઇને હિંદુ સંગઠનો દ્વારા આ વર્ષે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યા છે,, જેને લઇને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવિણ તોગડિયા અરવલ્લી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા, તેમણે વિવિધ સંગઠનો તેમજ કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. આ સાથે જ પ્રયાગરાજ ખાતે યોજાનારા કુંભમેળાને લઇને તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી…
એ.એચ.પી. ના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે, કુંભમેળામાં શ્રદ્ધાળુઓની સેવા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે… શ્રદ્ધાળુઓને ઠંડી બચવા માટેના વિશેષ ટેંટ તૈયાર થવાના છે, આ સાથે જ એક કરોડ જેટલા શ્રદ્ધાળુઓ માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવનાર છે..શ્રદ્ધાળુઓને ઠંડીથી બચવા માટે ચાર લાખ કંબલ પણ આપવા આપવામાં આવશે,જેની તૈયારીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા, અરવલ્લી જિલ્લાની મુલાકાતે આવ્યા પહોંચ્યા હતા.. મોડાસાની મુલાકાતે પહોંચેલા પ્રવિણ તોગડિયાએ જણાવ્યું કે, કોઈપણ શ્રદ્ધાળુને કોઈ જ અગવડના ન પડે તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવશે.