અંકિત ચૌહાણ / જય અમીન
સીનિયર સિટિઝન નાગરિકની અરવલ્લી SP કચેરીએ કડવો અનુભવ
સાયબર ક્રાઈમ પોલિસ મથકે ગયા, પણ અધિકારીઓએ એકબીજા પર ખો આપી હોવાનું જણાવ્યું
મોડી રાત્રે મોડાસાના અલગ અલગ વિસ્તારમાં સાયબર ક્રાઈમ અવેરનેસના કાર્યક્રમ કરવાનો શો અર્થ ?Advertisement
સમગ્ર રાજ્યમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે, હવે તો ગઠિયાઓ અનવની તરકીબ અપનાવીને પ્રજાને છેતરી લાખો-કરોડો રૂપિયા પડાવી લેવાના પણ કિસ્સાઓ સામે આવતા હોય છે. વાલ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે હોટેલ બૂક કરાવવાના બહાને ઠગ ટોળકિયો પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરે છે. આવો જ એક કિસ્સો અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સામે આવ્યો છે. વાત એટલે થી નથી અટકતી, પણ જ્યારે ઓનલાઈન ફરિયાદ કર્યા પછી, જ્યારે ફરિયાદીને અરજી નજીકના પોલિસ મથકે આપવા માટે કહે છે, ત્યારે ઓસ્ટ્રેલિયન નાગરિકને સ્થાનિક પોલિસની કામગીરીનો કડવો અનુભવ થયો.
અરવલ્લી જિલ્લાના મોડાસા માં રહેતા અને ઓસ્ટ્રેલિયન નાગરિક મનહરભાઈ શાહ, કોલકાતા ગયા હતા, જ્યાંથી તેમને વૃંદાવન-ગોકુળ-મથુરા જવાનું હતું, જેથી ઈસ્કોન મંદિરની વેબસાઈટ પરથી તેમણે રૂમ બૂક કરાવી, જોકે સાયબર ગઠિયાએ તકનો લાભ લઈન તેમની પાસેથી 7280 રૂપિયા બૂકિંગ પેટે લીધા, જોકે પેમેન્ટ ન થયું હોવાથી બીજીવાર પેમેન્ટ કરવા ગઠિયાએ જણાવતા, સીનિયર સિટિઝન નાગરિકે ફરીથી પેમેન્ટ કર્યું, તેમ છતાં કોઈ એરર આવે છે, તેમ કહી, અન્ય બેંક ખાતા નંબરની વિગત મોકલી ત્રીજીવાર 7280 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્રણવાર પેમેન્ટ થયા પછી ભોગબનનારનો મોબાઈલ નંબર બ્લોક કરી દેવાયો હતો. તેઓને અંદેશો આવી ગયો કે, તેમની સાથે ફ્રોડ થયો છે. સમગ્ર ઘટના બાદ મનહરભાઈએ કોલકાતા માં પોલિસને અરજી આપી હતી, ત્યાંથી એવું જણાવ્યું કે, તમારી બેંક અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેની છે, જેથી તમે નજીકના પોલિસ મથકે અરજી આપો.
ભોગ બનનારે વતનમાં આવી, અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઈમન પોલિસનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે, ઓનલાઈન 1930 પર ફરિયાદ કરવાની છે, જેથી મનહરભાઈએ ઓનલાઈન પરિયાદ કરી હતી. ઓન લાઈન ફરિયાદ કરતા, તેમના મોબાઈલ પર એક મેસેજ આવ્યો અને જણાવ્યું કે, તમારે હવે નજીકના પોલિસ મથકે જરૂરી વિગતો સાથે અરજી કરવા છે, જેથી તેઓ અરવલ્લી એસ.પી. કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાંથી તેઓને જણાવાયું કે, જે થશે તે ગાંધીનગરથી થશે. ભોગ બનનાર મનહર ભાઈ એ પણ જણાવે છે કે, તેઓ પોલિસ મથકે એ વાત કરવા ગયા હતા, કે છેતરપિંડી કરનાર શખ્સનો ફોન ચાલુ છે, આના પર કાર્યવાહી થાય તો, આ શખ્શ અન્ય કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી ન કરે.
અરવલ્લી જિલ્લા પોલિસ વડા કચેરી ગયેલા મનહરભાઈ સારા કામ માટે ગયા પણ તેમને યોગ્ય સંતોષકારક જવાબ ન મળ્યો. તેઓ પોલિસ પર નારાજગી વ્યક્ત કરતા જણાવે છે કે, તેમણે જ્યારે સંબંધિત અધિકારીનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, જોકે એસ.પી. કચેરીથી એક અધિકારી બીજા અધિકારી પર ખો આપતા હોવાનું તેમણે જણાવ્યું હતું.
અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઈમ પોલિસ દ્વારા ઉચ્ચ કક્ષાએ દેખાડો કરવા માટે લોકોને અવેર કરવાનો ઢોંગ કરે છે, જોકે વરવી વાસ્તવિકતા કંઈક આવી સામે આવી છે. સીનિયર સીટિઝન ને જો તકલીફ પડે તો સામાન્ય નાગરિકનું શું થાય, તે કલ્પના કરવી પણ અશક્ય છે.
અરવલ્લી જિલ્લા પોલિસ વડાએ પોલિસ મથકોની ઓચિંતી મુલાકાત કરવી જોઈએ
અરવલ્લી જિલ્લાના વિવિધ પોલિસ મથકે શું સ્થિતિ છે તે, અંગે અરવલ્લી જિલ્લા પોલિસ વડાએ કોઈ રીતે અથવા તો કોઈ વ્યક્તિને મોકલીને પોલિસ મથકેની સેવાઓ અંગે માહિતી મેળવી જોઈએ. સ્થાનિક પોલિસ પ્રજાને યોગ્ય જવાબ આપે છે કે, પછી હડધૂત કરે છે, તેનું જિલ્લા પોલિસ વડાએ નિરીક્ષણ કરવું જોઈએ. જ્યારે પોલિસ વડા કોઈ કચેરી અથવા તો પોલિસ મથકની મુલાકાતે જાય છે, તે પહેલા જ સ્થાનિક પોલિસ કર્મચારીઓ અને અધિકારીઓ સબ સલામત છે, તેવું પુરવાર કરવામાં લાગી જતાં હોય છે.