અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે, આવા શખ્સોને ઝડપી પાડવા પોલિસે કવાયત હાથ ધરી છે. મેઘરજ તાલુકાના ઈસરી પોલિસ સ્ટેશન વિસ્તારમાં રેલ્લાવાડા ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારૂની ખેપ મારતા બે શખ્સને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
ઈસરી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા પોલિસ પેટ્રોલિંગમાં હતી, તે સમય દરમિયાન પોલિસને મોટી સફળતા મળી છે. મેઘરજ તાલુકાના ઈસરી પોલિસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે, રેલ્લાવાડા ચેકપોસ્ટ પરથી પીક અપ ડાલામાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે, જે ચોક્કસ બાતમીના આધારે ઈસરી પોલિસની ટીમે વોચ ગોઠવી, રેલ્લાવાડા ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાના પીક અપ ડાલા નંબર GJ 15 z 7568 ની તપાસ કરતા, તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલિસે પીક અપ ડાલામાં તપાસ કરતા, તેમાંથી ભારતીય બનાવટની બિયરની 4 પેટી સાથે 48 નંગ બોટલ મળી કુલ 7680 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલિસે પીક અપ ડાલાની કુલ કિંમત 300000/- મળીને કુલ 3,07,680 રૂપિયાનો પ્રોહિબિશન મુદ્દામાલ સાથે રણછોડભાઈ કાળુભાઈ ખરાડી ઉ.વ.31 અને જીવરામભાઈ ગોવિંદભાઈ રોત ઉ.વ.31 બન્ને રહે-બલવણીયા તા-જોથરી જી.ડુંગરપુર (રાજસ્થાન)ને ઝડપી પાડ્યા હતા.