શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ચાંદલગઢ ખોડીયાર મંદિર ખાતે 124 વિધાનસભાના નુતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમા શહેરા વિધાનસભાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે સૌને નવા વર્ષના નુતનવર્ષાભિનંદન પાઠવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રભારી,સાંસદ,તેમજ સહકારી આગેવાનો,સહિત તાલુકાના સરપંચો,તાલુકા અને જીલ્લા પંચાયતના પ્રતિનિધીઓ, તેમજ આસપાસના ગામોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને વર્ક ઓર્ડર પણ આપ્યા હતા.
પંચમહાલ જીલ્લાની 124 શહેરા વિધાનસભાનો નુતન વર્ષ સ્નેહ મિલન સમારોહ ચાંદલગઢ ખાતે ખોડીયાર મંદિર ખાતે યોજાયો હતો. શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા સૌને આવકાર આપવામા આવ્યો હતો. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે સંબોધન કરતા જણાવ્યુ હતુ નવા વર્ષમાં આધિ વ્યાધિ ઉપાદી હોય તે દુર થાય. તેમ કહીને તમને માતાજીનો જય જય કાર બોલાવ્યો હતો. નવા વર્ષની શુભકામના પાઠવતા જણાવ્યુ હતુ કે આપના જીવનની તકલીફો દુર કરે તેવી માતાજીને પ્રાર્થના કરુ છુ. નવુ વર્ષ સુખમય સમૃધ્ધિમય અને આનંદમય બને તેની શુભકામના પાઠવુ છુ. તેમને વધુમા શહેરા તાલુકામા 18000 પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો મંજુર કરવામા આવ્યા છે. કોઈ અધિકારી પૈસા માગે તો મારી ઓફીસનો સંપર્ક કરવો તેમ જણાવ્યુ હતુ. શહેરા તાલુકામા આ મામલે મકાનોનો ઓનલાઈન સર્વે કરવામા આવ્યો હતો.પાકા મકાનો નીકળી જશે.યોજનાને અનુરુપ આ યોજનાનો લાભ મળી રહ્યો છે. દોઢ લાખ જેટલા પૈસા મળશે.નિયમ સરનુ બાંધકામ કરવા હુ વિનંતી કરુ છુ.સહાયનો પહેલો ભાગ ખાતામા પણ આવી ગયો હશે. અને કાલથી પાયા ખોદવાનુ કામ શરુ કરી દો.આપણે ઘણી બધી યોજનાનો લાભ લઈએ છે.
નવા વર્ષની શુભકામના પાઠવતા પંચમહાલ પ્રભારી ભરતભાઈ ડાંગરે જણાવ્યુ કે નવા વર્ષે સંકલ્પ લેવો જોઈએ, તમારે જીવનમાં સંકલ્પ લેવો જોઈએ. તે પછી રાજકીય હોય, વ્યક્તિગત હોય, પરિવારનો હોય,સામાજીક હોય વ્યવસાયિક હોય તે ચરિતાર્થ કરવા માટે મા ખોડીયાર તમે શક્તિ આપે સંકલ્પ લો ત્યારે તમે સમાજનુ પણ વિચારવુ જોઈએ.
પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યુ હતુ કે નવુ વર્ષ સૌ માટે પ્રગતિમય નીવડે તેવી શુભકામના પાઠવુ છુ. સ્નેહમિલન કાર્યક્રમમા આટલી મોટી જનમેદની જોઈ મને આનંદ થયો છે. શહેરા તાલુકામા વિકાસ કામો થયા છે. શહેરા વિધાનસભાના લોકોને આવાસ યોજનાના લાભો મળ્યા છે તેમા તમે ભાગ્યશાળી છો. શહેરા વિધાનસભાના મતવિસ્તારમાંથી મને જે લીડ આપી છે. તે બદલ હુ સૌનો આભાર માનુ છુ. ગુજરાતમા પણ વિવિધ યોજનાઓ ગ્રામ લેવલ સુધી પહોચી છે. શહેરાના 1 લાખ સદસ્યો બન્યા તેના માટે પણ હુ તેમને અભિનંદન આપ્યુ છુ. નવા વર્ષની શુભકામના પાઠવુ છુ. શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને કાર્યકરો, આગેવાનો,સરપંચો દ્વારા ફુલહાર, મોમેન્ટો આપીને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
સ્નેહ મિલન સંમેલન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રભારી ડૉ. ભરતભાઈ ડાંગર, પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ,જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,શહેરા તાલુકા – નગરના પ્રભારીઓ,જિલ્લા પંચાયતના સદસ્યો,તાલુકા પંચાયતના સદસ્યો,નગરપાલીકાના સદસ્યો,જિલ્લા – તાલુકા – નગરના સંગઠનના હોદેદારો, સહકારી આગેવાનો, સરપંચો,પેજ સમિતિના પ્રમુખ તથા સભ્યો,બુથના પ્રમુખો,કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.