asd
15 C
Ahmedabad
Tuesday, December 10, 2024

શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવે પર અંદાજે 25 ફુટ ઊંચા બ્રિજ પરથી કાર નીચે ખાબકતા 5 લોકોના મોત


અંકિત ચૌહાણ/જય અમીન

Advertisement

શામળાજી હિંમતનગર હાઇવે રોડ પર ગડાદર પાસે રેલવે બીજ પાસે નીચે પડતા 05 નાં મોત
નેશનલ હાઇવે ની બેદરકારી નેં કારણે અકસ્માત સર્જાયો હોય તેવું ગામ લોકોએ જણાવ્યું

Advertisement

અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલ ગડાદર પાસે આજરોજ સવારે 11.30 કલાકે ખેડા જિલ્લાના દંતાણી ગામના યાત્રિકો પુર્ણિમા નાં દિવસે ભગવાન શામળીયા નાં દશૅન કરવા આવ્યા હતા. દશૅન કરીને પરત જતા હતા ત્યારે ગડાદર પાસે રેલવે ઓવરબ્રિજ નું કામ છેલ્લા પાંચ વર્ષથી હાઇવે ઓથોરિટી ની ગોકડ ગતિએ ચાલતા અહીંયા અકસ્માત નાં બનાવો બને છે. અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના બનવા પામી હતી. નેશનલ હાઈવેના બ્રિજ પરથી કાર નીચે પટકાતા, કારમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. શામળાજી ખાતે કારતકી પૂનમે,ભગવાન શામળિયા ના દર્શન કરી ને ખેડા જિલ્લાના દંતાણી ગામના ભક્તો પરત ફરી રહેલ પરિવાને અકસ્માત નડ્યો હતો,જેમાં એક મહિલા બે પુરૂષ અને એક બાળકીનું અકસ્માતે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.

Advertisement

Advertisement

અકસ્માતની ઘટનાને પગલે મોડાસા તાલુકાના ટીંટોઈ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પરિવારના ચારે મૃતદેહો ને શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે પી. એમ. માટે લઈ જવાયા હતા. બનાવની જાણ થતાં મૃતકોના પરિજનો પહોંચ્યા હતા, જ્યાં ગમગીની છવાઈ હતી.

Advertisement

મૃતકોના નામ
1.અતુલભાઇ હરગોવિંદભાઈ પટેલ ઉ.વષૅ 45
રહે દંતાણી તા કપડવંજ જિ ખેડા
2.રીટાબેન રમેશગીરી ગોસ્વામી ઉ વર્ષ 35
રહે.દંતાણી તા કપડવંજ જિ ખેડા
3. મીના બેન અંકિત ગીરી ગોસ્વામી ઉ વર્ષ 15
રહે દંતાણી તા કપડવંજ જિ ખેડા
4.અક્ષયકુમાર મહેન્દ્ર ગીરી ગોસ્વામી ઉ વર્ષ 09 રહે નડિયાદ જિ ખેડા
5 રસિક ભાઈ ભુપતભાઇ પરમાર ઉષૅ 32
રહે દંતાણી તા કપડવંજ જિ ખેડા

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!