અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લાના વિવિધ પોલિસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા કેટલાય ગુનાના નાસતા-ફરતા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, ત્યારે ઘણાં સમયથી આરાની મુદ્રામાં અને ખુણાં બેઠેલી અરવલ્લી એસ.ઓ.જી. ટીમે આળસ ખંખેરી હોય તેવું લાગે છે. અરવલ્લી સ્પેશલ ઓપરેશન ગૃપની ટીમે શામળાજી પોલિસ સ્ટેશનના છેલ્લા 5 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
શામળાજી પોલિસ મથકે વર્ષ 2019માં ઇ.પી.કો. કલમ.279,337 મુજબના ગુન્હાનો આરોપી વિક્રમભાઈ કાંતીભાઇ પગી છેલ્લા પાંચ વર્ષથી નાસતો-ફરતો હતો. આરોપી ને ઝડપી પાડવા, સૂચના મળતા, એસ.ઓ.જી. ટીમે આરોપીને ઝડપી પાડીને કામગીરી બતાવી છે.
અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી હકિકત મળેલ કે, શામળાજી પોલીસ સ્ટેશન ગુના રજિ. નંબર 0112/2019 ઇ.પી.કો. કલમ.279, 337 મુજબના ગુન્હાનો નાસતા-ફરતા આરોપી વિક્રમભાઈ કાંતીભાઇ પગી ઉ.વ.40 રહે.સગરડા, તા.શહેરા જી.પંચમહાલનાનો પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગુણેલી ગામે છે. ચોક્કસ બાતમની આધારે એસ.ઓ.જી.ની ટીમ બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો હતો. અરવલ્લી એસ.ઓ.જી. ની ટીમે બી.એન.એસ.એસ કલમ.35(1)(જે) મુજબ અટક કરી શામળાજી પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો હતો.