મણિપુરમાં ગુમ થયેલા છ લોકોમાંથી ત્રણના મૃતદેહ નદી નજીકથી મળી આવ્યા બાદ રાજ્યમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. જે બાદ પ્રદર્શનકારીઓએ શનિવારે રાજ્યના ત્રણ મંત્રીઓ અને છ ધારાસભ્યોના નિવાસસ્થાનો પર હુમલો કર્યો, ત્યારબાદ સરકારે પાંચ જિલ્લામાં અનિશ્ચિત સમય માટે પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા.
આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુરમાં થઈ રહેલી હિંસા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘મણિપુર ના એક છે, ના સેફ’
.@narendramodi ji,
AdvertisementUnder your double engine governments, “ना Manipur एक है, ना Manipur Safe है”
AdvertisementSince May 2023, it is undergoing unimaginable pain, division and simmering violence, which has destroyed the future of its people.
AdvertisementWe are saying it with utmost responsibility that…
Advertisement— Mallikarjun Kharge (@kharge) November 17, 2024
Advertisement
પીએમ મોદી પર નિશાન સાધ્યું
પીએમ મોદી પર કટાક્ષ કરતા, તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, “તમારી ડબલ એન્જિન સરકાર હેઠળ, ન તો મણિપુર સંયુક્ત છે, ન તો મણિપુર સુરક્ષિત છે. મે 2023 થી, રાજ્ય અકલ્પનીય પીડા, વિભાજન અને વધતી હિંસામાંથી પસાર થઈ રહ્યું છે, જે તેના લોકોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે. અમે આ વાત પૂરી જવાબદારી સાથે કહી રહ્યા છીએ. એવું લાગે છે કે ભાજપ તેમની ઘૃણાસ્પદ વિભાજનકારી રાજનીતિને કારણે જાણીજોઈને મણિપુરને બાળવા માંગે છે.