asd
15 C
Ahmedabad
Tuesday, December 10, 2024

અરવલ્લી જિલ્લા પોલિસ હેડક્વાર્ટર ખાતે વોલિબોલ ટુર્નામેન્ટ યોજાઈ, પોલિસ વડાએ કરાવી શરૂઆત


અરવલ્લી જિલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વોલિબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવી…અરવલ્લી જિલ્લા પોલીસ હેડ કવાટર્સ વોલીબોલ ટુર્નામેન્ટ વર્ષ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું, આ વોલિબોલ ટુર્નામેન્ટમાં SP કચેરી, મોડાસા ટાઉન, મોડાસાા રૂરલ, બાયડ, માલપુર, ધનસુર, મેઘરજ, ભિલોડા, ટિંટોઈ, સાઠંબા, આંબલિયારા, મહિલા પોલિસ સહિતની એલ.સી.બી., એસ.ઓ.જી. પેરોલ સહિતની પોલીસની વિવિધ ટિમ એ ભાગ લીધો હતો..

Advertisement

અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલે વોલિબોલ ટુર્નામેન્ટ નો પ્રારંભ કરાવ્યો હતો. વોલીબોલ ટુર્નામેન્ટ ને જોવા માટે ડીવાયએસપી, પોલિસ ઈન્સ્પેક્ટર, પોલિસ સબ ઈન્સ્પેકટર સહિત મોટી સંખ્યામાં પોલિસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.. પોલિસ કર્મચારીઓની ફિટનેસ જળવાઈ રહે તે હેતુથી વોલિબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું… આ અંગે અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલે જણાવ્યું કે, આગામી દિવસોમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવશે..

Advertisement

અરવલ્લી જિલ્લા પોલિસ હેડક્વાર્ટર ખાતે આયોજિત કરવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે, હેડક્વાર્ટર સ્ટાફ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું,,, વોલિબોલ ટુર્નામેન્ટને લઇને પોલિસ કર્મચારીઓ અને અધિકારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો..

Advertisement

 

Advertisement

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!