અરવલ્લી જિલ્લામાં ભાજપના રાજમાં લોકો ત્રસ્ત
વિશ્વાસ થી દાદાએ મંત્રી આપ્યા… પણ લોકોને રસ્તાની સુવિધા પણ નથી મળતી!
મોડાસા-રાજેન્દ્રનગર હાઈવે છેલ્લા ઘણાં સમયથી બિસ્માર
રૉડ મંજૂર થયો પણ ગોકળગતીએ ચાલતી કામગીરીને લઇને રોષ
મહાદેવપુરા નજીક અકસ્માત સર્જાતા, લોકોએ કર્યો ચક્કાજામ
ભાજપના કોઈ નેતાએ લોકોના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો કે નહીં?Advertisement
અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લાના મોડાસા રાજેન્દ્રનગર હાઈવે પર નિર્માણાધિન રૉડ પર અકસ્માત સર્જાતા, લોકોએ ચક્કાજામ કર્યો હતો. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે. આ વચ્ચે મોડાસા રાજેન્દ્રનગર હાઇવની ગોકળગતીએ ચાલી રહેલા કામગીરીને વચ્ચે, વધુ એક અકસ્માત સર્જાતા હતો. લોકો નો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો અને ચક્કાજામ કર્યો.
17 નવેમ્બર, રવિવારના રોજ રાત્રિના આઠ વાગ્યાના અરસામાં એક બાઈક સવાર અહીંથી પસાર થઈ રહ્યા હતા, તે સમય દરમિયાન બાઇક ચાલક પડી જતા ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી જોત- જોતોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.. વિરોધ પ્રદર્શન કરતા લોકોએ તંત્ર તેમજ સ્થાનિક નેતાઓ પર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.
છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર બનેલા રૉડને કારણે રોજિંદા પસાર થતાં વાહન ચાલકોને હાલાકીઓનો સામનો કરવો પડતો હોય છે.. આ વચ્ચે ઘણાં સમયથી મોડાસા હિંમતનગર હાઇવે નું ગોકળગતીએ ચાલી રહેલા કામકાજને લઈને સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ધીરેધીરે લોકોનો રોષ વધ્યો અને વાહનોની લાંબી કતારો લાગતા, પોલિસ પહોંચી હતી. મોડાસા ગ્રામ્ય પોલિસની ટીમે, લોકોને સમજવ્યા પછી, ટ્રાફિક હળવો થયો હતો… અહીં સવાલ એ થાય છે કે, તંત્રને પ્રજાની સુખાકારી કામે કેમ કોઈ રસ નથી. શું રૉડની કામગીરી આમ ને આમ ચાલશે???? કેમ કોઈ સ્થાનિક નેતા કે ધારાસભ્ય મગનું નામ મરી પાડવા તૈયાર નથી? જે નેતાને પ્રજા ચૂંટીને લાવ્યા તે ક્યાં છે, તેવા પણ સવાલો લોકોએ કર્યા હતા.