શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા પોલીસ સ્ટેશનની ટીમે શહેરાનગરના વાઘજીપુર ચોકડી પાસેથી એક આઈસર ટ્રકમાંથી 11 જેટલા ગૌવંશને ઝડપી પાડ્યા હતા . ગૌવંશોને ક્રુરતાપુર્વક બાંધીના રાખવામા આવ્યા હતા. આ મામલે એક આરોપીને ઝડપી પાડ્યો હતો અને એક આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપીઓ સામે શહેરા પોલીસ મથકમાં ગુનો નોધવામા આવ્યો છે. ગૌવંશને ગોધરા ખાતે આવેલી પાંજરાપોળ ખાતે ખસેડવામા આવ્યા હતા.
શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે એ.બી.ચૌધરીએ હાલમા ચાર્જ સંભાળ્યો છે. તેમને બાતમી મળી હતી કે લુણાવાડા તરફથી ગોધરા તરફ એક આઈસર ટ્રક આવી રહી છે તેમા ગૌવંશ ભરેલા છે. આથી તેમને શહેરા પોલીસ મથકની ટીમને એલર્ટ કર્યા હતા અને વાઘજીપુર ચોકડી પાસે પોલીસ ટીમ દ્વારા આઈસર ટ્રકને વાઘજીપુર ચોકડી પાસે ઝડપી પાડવામા આવી હતી તેમા બેઠેલો એક ઈસમ ફરાર થઈ ગયો હતો.જ્યારે તેનો ચાલક પકડાઈ ગયો હતો.આઈસરમાં તપાસ કરવામા આવતા 11 જેટલા ગૌવંશો કુરતા પુર્વક બાંધી દીધેલી હાલતમા મળી આવ્યા હતા. ચાલકે તેનુ નામ રાહુલ કુમાર પ્રિતમસિંહ રહે હરિણાયા હોવાનુ જણાવ્યુ હતુ. ભાગી જનાર ઈસમ સોનુ કુમાર હોવાનુ જણાવ્યુ હતુ. પ્રાથમિક પુછપરછમાં તેમની પાસે કોઈ પાસ પરમિટ મળી આવી ન હતી. આથી ગૌવંશોને ગોધરા ખાતે આવેલા પરવડી પાંજરાપોળ ખાતે મોકલી આપવામા આવ્યા હતા, શહેરા પોલીસ મથકના પોલીસ કર્મચારી વિપુલકુમાર જાદવે ફરિયાદી બનીને આરોપી રાહુલ સિંહ તેમજ સોનુ કુમાર સામે પશુ સંરક્ષણ ધારાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોધાવી છે.હાલ શહેરા પોલીસ દ્વારા આ ગૌવંશ ક્યાથી લાવામા આવ્યા હતા અને ક્યા લઈ જવાના હતા તે દિશામા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.