અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાંથી વિદેશી દારૂની હેરાફેરી સતત થઈ રહી છે, ત્યારે આ વચ્ચે પોલિસ બુટલેગરોની પ્લાનિંગ પર પાણી ફેરવી દીધું છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ એ શામળાજી પોલિસ સ્ટેશન વિસ્તારના કડવઠથી રતનપુર તરફ જતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ કુલ નંગ-141 કિ.રૂ.2,56,396/- તથા મોબાઇલ ફોન-2 કિ.રૂ.10,000/-તથા રેનોલ્ટ ડસ્ટર ગાડી કિ.રૂ.4,0,0000/-મળી કુલ કિ. રૂ.6,66,396/-ના મુદ્દામાલ સાથે બે ઈસમને ઝડપી પાડ્યા છે.
અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલની કડક સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ સતર્ક બની છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રેનોલ્ટ ડસ્ટર ગાડીના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શામળાજી પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમય દરમિયાન કડવઠ ગામની સીમમાં રતનપુર તરફ જતા, બાતમી હકીકત મળી હતી કે, એક સફેદ કલરની રેનોલ્ટ ડસ્ટર ગાડીનં GJ.05.JD.2279 ના ગુપ્ત ખાનામાં વિદેશી દારૂનો જથ્થો છે. ગાડીમાં હરીયાણાથી ઇગ્લીંશ દારૂનો જથ્થો ભરી તેનો ચાલક તથા બીજો એક ઇસમ રાજસ્થાન રતનપુર બોર્ડર રસ્તેથી કડવહ થઇ ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. ચોક્કસ બાતમીના આધારે કડવઠ ગામની સીમમાં થી રતનપુર તરફ જતા એપ્રોચ રોડ ડસ્ટર ગાડીને ઉભી રાખવામાં આવી હતી. પોલિસે ગાડી ઉભી રાખી તપાસ કરતા. ગાડીની ખાલી સાઇડની શીટના આગળના ભાગે પગ મુકવાની જગ્યાએ તથા પાછળની ખાલી સાઈડના પગ મુકવાની જગ્યા એ તથા વચ્ચેની શીટની નીચેના ભાગે તથા પાછળની ડીકીના ભાગે ગુપ્ત ખાના બનાવેલ હતા. પોલિસે ગુપ્ત ખાનું ખોલતા પોલિસ દંગ રહી ગઈ અને તેમાં તપાસ કરતા, તેમાંથી વિદેશી દારૂનો જથ્થો પોલિસે પકડી પાડ્યો હતો.
અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે કારમાંથી વિદેશી દારૂની કુલ 141 બોટલ, જેની કિ.રૂ.2,56,396/- નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. આ સાથે જ 2 નંગ મોબાઈલ, જેની કિ.રૂ.10,000/- તથા ડસ્ટર ગાડીની કિ.રૂ.4,00,000/-મળી કુલ રૂ.6,66,396/- નો પ્રોહી મુદામાલ કબજે કર્યો છે. પોલિસે બે આરોપીઓ (1) પવનકુમાર સ/ઓ રાજકરણ જાટ ઉ.વ.૩૦ રહે.કાસંડી તા.ગોહાના જી.સોનીપત હરીયાણા (2) રાજેશ સ/ઓ રણવીરસીંગ રાઠી ઉ.વ.૪૯ રહે.કકાના બાદરી તા.ગોહાના જી.સોનીપત હરીયાણાને ઝડપી પાડ્યા છે, જ્યારે વિકાસ ઠક્કર નામનો માણસ રહે.અમદાવાદ ને વોન્ટેડ જાહેર કર્યો છે.