અરવલ્લી જિલ્લાના જે મતદારો, નેતાને કે પછી ભાજપના ધારાસભ્યને ચૂંટીને લાવ્યા છે, તેમણે, તેમના જ, મતદારોની આંગળી છોડી દીધી છે. હવે, નેતા, તેમની રીતે દોડવા લાગ્યા છે, અને મતદારો ઠોકર ખાઈ રહ્યા છે. 17 નવેમ્બરના રોજ રાત્રીના મોડાસા-રાજેન્દ્રનગર હાઈવે પર રોડની સમસ્યાને લઇને ચક્કાજામ થયો હતો. હવે 18 નવેમ્બરના રોજ, સાંજના 5.30 કલાકના અરસામાં, મોડાસા શહેરના મેઘરજ રોડ વિસ્તારમાં સ્થાનિક લોકોએ રોડની સમસ્યાને ચક્કાજામ કર્યો. સ્થાનિક લોકો છેલ્લા ઘણાં સમયથી, નિર્માણાધિન રોડથી, ત્રાહિમામ પોકારી ઉઠી છે, જોકે જે, નેતાઓને લોકો ચૂંટીને લાવ્યા છે, તે નેતાઓ ફરકતા જ નથી.
હવે અરવલ્લી જિલ્લાની સ્થિતિ જોતા, નેતાગીરીની ઉપર બનેલી નાયક ફિલ્મના અમરીશપુરીના પાત્રનો એક ડાયલોગ ચોક્કસથી યાદ આવી જાય. પહેલે ચિલ્લાયેંગે, બાદ મેં થક જાયેંગે, ફિર ભૂલ જાયેંગેં.
ચૂંટણી આવે, ત્યારે મત લેવા હરખપદૂડી કરતા, ભાજપના એકપણ નેતાઓ, ફરક્યા નહીં, જેને લઇને લોકોનો ગુસ્સો વધી ગયો. મોડાસા નગરના મેઘરજ રોડ પર છેક પ્રણામીનગર સોસાયટી સુધી એક સાઈડનો રોડ ખોદી નાખવામાં આવ્યો છે, પણ કોણ જાણે, કઈ આધુનિક મશિનરીથી કામ ચાલી રહ્યું છે, જે 6 કરતા વધારે સમય થયો,, પણ હજુ પુરૂ થતું નથી. જો, કોઈ અધિકારી કે નેતાને પસાર થવાનું હોય તો, રસ્તો સાફ થઈ જાય, રોડ ન હોય, તો બની જાય, પણ પ્રજાને, તો દુ:ખ જ ભોવવાનું કે શું, તે પણ એક સવાલ છે.
નેતાઓએ એકવાત ચોક્કસથી ઠસાવી લેવી જોઈએ કે, લોકોએ તેમને, કામ કરવા માટે ચૂંટી લાવ્યા છે, નહીં કે, લોકાર્પણ કરવા, નહીં કે સ્નેહમિલનમાં હાજર રહેવા, નહીં કે, તાયફા કરવા… ભાજપ શાસિત નગર પાલિકા અને વિધાનસભા વિસ્તારમાં લોકો સુવિધાઓ માટે કગરાટ કરતા રહ્યા,, છતાં પણ,, એક ભાજપનો નેતા આવ્યો હોય,,, ભારે જહેમત થી પોલિસે લોકોને સમજાવતા, આખરે રસ્તો ખુલ્લો થતાં, વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો… પણ લોકોની માંગ તો અડગ જ છે.
પ્રજા, તો, નેતા કે મંત્રીની ખુરશીનો એક પાયો છે, જો, પ્રજા જરાક ટેકો હટાવી દેશે તો, નેતા હોય કે મંત્રી, ખુરશી પરથી પડતાં જરાય વાર નહીં લાગે… પોલિસ પાયલોટિંગ સાથે ગાડીમાં નિકળવાથી વટ નથી પડતો,, વટ ત્યારે પડે છે, જ્યારે લોકોના તમે કામ કરો છે,,, બાકી તો નેતા કેટલાય આવ્યા અને કેટલાય ગયા… આજે કોઈ ભાવ પણ નથી પૂછતું.