અરવલ્લી જિલ્લાના કાર્યદક્ષ જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલે જીલ્લાની પોલીસને નોંધાયેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓની ઝડપી લેવા સૂચના આપ્યા બાદ જીલ્લા પોલીસ તંત્ર પણ પરિણામલક્ષી કામગીરી કરવા તત્પર બન્યું છે
છેલ્લા એક વર્ષથી બાયડ તાલુકાના આંબલીયારા પોલીસ મથકમાં ગેરકાયદે પશુઓની હેરાફેરી કરવાના ગુનામાં સંડોવાયેલો મોડાસા ચાંદટેકરીનો આરોપી ફરાર હતો જેથી જીલ્લામાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે જીલ્લા પોલીસ અધિક્ષકે તાકીદ કરતાં જીલ્લા પોલીસ તંત્રની વિવિધ એજન્સીઓ સક્રિય બની હતી અરવલ્લી જીલ્લા પોલીસ ટીમના પેરોલ ફર્લો સ્કવોર્ડના પોલીસ ઇન્સ્પેક્ટર જી. કે. વહુનીયા અને તેમની ટીમ આવા નાસ્તા ફરતા આરોપીઓની શોધમાં હતા ત્યારે તેમણે બાદમી આધારે આરોપીના ઘરે ચાંદટેકરી વિસ્તારમાં ત્રાટકી આરોપીનું ઘર કોર્ડન કરી આરોપી સાદિકભાઈ ઉર્ફે સાજીદ ઉર્ફે લુલો સફીભાઈ મુલતાની રહે. ચાંદટેકરી તા. મોડાસાને દબોચી લઇ વધુ તપાસ અર્થે આંબલીયારા પોલીસને સુપ્રત કર્યો હતો