આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ રાજ્યના એક જિલ્લા અને શહેરનું નામ બદલી નાખ્યું છે. સરકારે કરીમગંજ જિલ્લાનું નામ બદલીને શ્રીભૂમિ જિલ્લો અને કરીમગંજ શહેરનું નામ બદલીને શ્રીભૂમિ ટાઉન કર્યું. સરકારે ગુરુવારે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
Advertisement
આસામ સરકારે કરીમગંજ જિલ્લો અને કરીમગંજ નગરને અનુક્રમે શ્રીભૂમિ જિલ્લો અને શ્રીભૂમિ ટાઉન તરીકે નામકરણ કરતી સત્તાવાર સૂચના બહાર પાડી છે. રવીન્દ્રનાથ ટાગોરે 100 વર્ષ પહેલાં કરીમગંજ જિલ્લાને શ્રીભૂમિ એટલે કે માતા લક્ષ્મીની ભૂમિ ગણાવી હતી. આ જિલ્લાનું નામ બદલવાની માંગ ઘણા સમયથી ચાલી રહી હતી.
Advertisement
Advertisement