મોડાસાના ગણેશપુર વિસ્તારમાં દારૂના જથ્થાની ડિલિવરી થાય તે પહેલા જ પોલિસ પહોંચી
મોટર સાયકલ પર લવાયો હતો વિદેશી દારૂનો જથ્થો, 2 ઈસમ ઝડપાયા, 1 ફરાર
અરવલ્લી જિલ્લાની વિવિધ શાખાઓ દ્વારા હવે દારૂની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી શરૂ
અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં પોલિસ વિભાગની એક પછી એક વિવિધ શાખાઓ સક્રિય બની છે. એલ.સી.બી. દ્વારા સતત વિદેશી દારૂનો જથ્થો પકડવાનો સિલસિલો યથાવત છે, તો બીજી બાજુ હવે નગર વિસ્તારમાં પણ દારૂના અડ્ડાઓ પર પોલિસ એ કાર્યવાહી શરૂ કરી છે. મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા ગણેશપુર ગામની સીમમાંથી મોડાસા ટાઉન પોલિસની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
સમાચારોની કોપી કરવી નહીં
Advertisement
અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલની કડક સૂચનાથી વિવિધ શાખાઓ દ્વારા પ્રોહિબિશનની કામગીરીમાં લાગી ગઈ છે. મોડાસા વિભાગીય ડીવાયએસપી સંજયકુમાર કેશવાલા ના માર્ગદર્શન હેઠળ મોડાસા ગ્રામ્ય વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં દેશી દારૂનો જથ્થો પણ પકડી પાડવામાં આવ્યો હતો. આ વચ્ચે મોડાસા ટાઉન પોલિસ પોલિસ સ્ટેશન માં ફરજ બજાવતા મૌલીકકુમાર કનુભાઈને બાતમી મળી હતી કે, ગણેશપુર વિસ્તારમાં બે ઈસમ વિદેશી દારૂનું વેચાણ કરે છે. બાતમીના આધારે ચોક્કસ લોકેશન મેળવી મોડાસા ટાઉન પી.આઈ. એમ.એચ.ઝાલા ના માર્ગદર્શન હેઠળ પોલિસે કાર્યવાહી કરી હતી.
વાત જાણે એમ છે કે, બે રાહુલ અરવિંદભાઈ કટારા, રહે.રામેળા અને સંજય કટારા, રહે. રામેળા આ બે ઈસમ મોટર સાયકલ નંબર GJ31-J-1328 ઉપર દારૂનો જથ્થો લઇને સ્થાનિક બુટલેગરને ડીવીવરી માટે આવ્યા હતા, જોકે દારૂની ડિવિલરી થતાં પહેલા જ પોલિસ પહોંચી ગયો હતો. મોડાસા ટાઉન પોલિસની ટીમે ગણેશપુરા ગામ માંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂના કવાટર તથા બીયરના ટીન મળી ની કુલ કવાટર/ટીન નંગ-126 કિ.રૂ.18,500/- તથા મોબાઇલ ફોન 1 કિ.રૂ.10,000/- તથા મોટર સાયકલ-1 કિ.રૂ.50,000/- મળી કુલ કિ.રૂ.78,500/- નો મુદ્દામાલ પકડી પકડી કેસ કરવામાં સફળતા મળી છે. મોડાસા ટાઉન પોલિસે 2 ઈસમને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.
પકડાયેલ આરોપીઓ:-
(1)રાહુલભાઈ અરવિદભાઇ કટારા રહે.રામેળા તા.ભીલોડા જી.અરવલ્લી
(2) નરેશભાઇ બાલાભાઇ પરમાર રહે ગણેશપુરા તા.મોડાસા જી.અરવલ્લી
વોન્ટેડ આરોપી – સજયભાઈ કટારા રહે રામેળા તા.ભીલોડા જી.અરવલ્લી