અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં ચોરી સહિતની ઘટનાઓને અંજામ આપનાર આરોપીઓને પકડવા માટે વિશેષ ઝૂંબેશ પોલિસ દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે ચોરીની ઘટનાને અંજામ આપનાર મોબાઈલ ચોરીને ટાઉન પોલિસની ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડોકટર હાઉસ ખાતેની હોસ્પીટલમાંથી આશરે ત્રણેક માસ પહેલા થયેલ મોબાઇલ ચોરીનો અનડીટેક ગુન્હો ડીટેક્ટ કરી કર્યો છે.
અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાની સૂચનાથી અનડિટેક્ટેડ ગુનાઓને ડીટેક્ટ કરવા માટે જરૂરી સૂચનાઓ કરવામાં આવી હતી, ત્યારે મોડાસા ટાઉન પોલિસની ટીમે ચોરી જેવા ગુનાઓને ડિટેક્ટ કરવાની તજવીજ હાથ ધરી હતી. મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડોક્ટર હાઉસની એક હોસ્પિટલમાં આજથી ત્રણ માસ પહેલા બી.એન.એસ. કલમ 304(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી રાત્રીના સમય દરમિયાન કોઇ અજાણ્યા ઇસમ ફરિયાદીનો વીવો વાય.21 ડાઇમંડ ગ્લો કલરનો આશરે રૂ.6,000/ કિંમતનો મોબાઈલ ચોરી થયો હતો.
મોડાસા ટાઉન પોલિસની ટીમે મોબાઈલ ચોરીના ગુનાને ડિટેક્ટ કરવા માટે તપાસ હાથ ધરી હતી, ત્યારે ખાનગી બાતમીદાર રોકી તેમજ ગુન્હાવાળી જગ્યના આજુબાજુના સી.સી.ટી.વી.ફુટેજ આધારે તપાસ કરી હતી.આ સમય દરમિયાન પોલિસને ચોકકસ બાતમી હકિકત મળેલ કે માલપુર તાલુકાના હેલોદર(સાદરડા) ગામના રહેવાસી ઇશ્વરભાઇ કોદરભાઈ ખાંટ મોબાઇલ ચોરી કરીને લઇ ગયો છે. ચોરી કરનાર ઈસમ પીળા કલરનુ ચોકડીવાળુ શર્ટ તથા નીલા કલરની નાઇટી પહેરેલ જિલ્લા સેવા સદન નજીક છે. પોલિસે ચોક્કસ બાતમીના આધારે તપાસ કરી, આરોપીની પૂછપરછ કરા, મોબાઈલ ચોરી કરી હોવાની જાણવા મળ્યું હતું. મોડાસા ટાઉન પોલિસની ટીમે રૂપિયા 6,000 ના કિંમતનો મોબાઈલ કબજે કરી, ઇશ્વરભાઇ કોદરભાઈ ખાંટની અટકાય કરી હતી.