અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં પેરોલ ફર્લો ટીમ દ્વારા નાસતા – ફરતા આરોપીઓને પકડવી પાડવામાં આવતા હોય છે, ત્યારે લૂંટના આરોપીને પેરોલ ટીમે ઝડપી પાડ્યો છે. મોડાસા રુરલ પોલીસ સ્ટેશનના લાલશાહી ગુન્હાના છેલ્લા અગિયાર માસથી લૂંટના ગુન્હામાં આરોપી ફરાર હતો, ત્યારે બાતમીના આધારે આરોપીને પકડી પાડ્યો હતો.
સમાચારોની કોપી કરવી નહીં….
Advertisement
અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાના માર્ગદર્શન હેઠળ પેરોલ પી.આઈ.જી.કે.વહુનિયા તેમજ તેમની ટીમ નાસતા-ફરતા આરોપીઓને પકડવા શોધમાં હતી, ત્યારે બામતી મળી હતી કે, મોડાસા રૂરલ પોલિસ સ્ટેશનના લૂંટનો આરોપી ડામોર ઇશ્વરભાઇ વિશ્રામભાઇ ઉ.વ. ૨૪ રહે- લોખંડ (રાયગઢ) તા- હિંમતનગર જી- સાબરકાંઠા મુળ રહે રાવતાવાડા (દહેગામડા) તા. ભીલોડા જી. અરવલ્લી, જે મોડાસાના હજીરા વિસ્તારમાં છે. પેરોલ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલિસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીને મોડાસા પેરોલ ફર્લો ઓફીસ ખાતે લાવી પુછ-પરછ કરી, ભારતીય નાગરીક સુરક્ષા સહિતા કલમ 35(1)(જે) મુજબ અટક કરી, મોડાસા ગ્રામ્ય પોલિસને સોંપ્યો હતો.