37 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી જિલ્લા પેરોલ ટીમે લૂંટ અને પ્રોહિબિશનના આરોપીને પકડી પાડ્યો

અરવલ્લી જિલ્લા પેરોલ ટીમે લૂંટ અને પ્રોહિબિશનના આરોપીને પકડી પાડ્યો

0
81

અંકિત ચૌહાણ જય અમીન
અરવલ્લી જિલ્લા પેરોલ ફર્લો ટીમ એ મોડાસા ગ્રામ્ય અને શામળાજી પોલીસ સ્ટેશનના લાલશાહી ગુન્હાના કામે છેલ્લા એક વર્ષથી લુંટ તથા પ્રોહીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.

સમાચારોની કોપી કરવી નહીં.

અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો પોલીસ ઇન્સ્પેક્ટર જી.કે.વહુનિયા તથા પેરોલ ફર્લો સ્ટાફના કર્મચારીઓ સાથે નાસતા ફરતા આરોપી શોધી કાઢવા માટે આપવામાં આવેલી ડ્રાઇવ આધારે, આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. પેરોલ ટીમને બાતમી મળી હતી કે, મોડાસા રૂરલ પોસ્ટે તથા શામળાજી પોસ્ટેના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી નામે વિજયભાઇ ઉર્ફે ભઇલો દિલીપભાઇ ગામેતી રહે.ઓડ (પાલ્લા) તા.ભીલોડા જી.અરવલ્લી હાલ રહે. સજાપુર લોંખંડ (રાયગઢ) તા.હિંમતનગર જી. સાબરકાંઠા વાળો શામળાજી પાસે આવેલ ઓડ ગામે પોતાના ઘરે હાજર છે. ચોકકસ બાતમી ના આધારે પોલિસ આરોપીના ઘરે પહોંચી અને તેના ઘરેથી કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. આરોપીને મોડાસા પેરોલ ફર્લો ઓફીસ ખાતે લાવી પૂછ-પરછ કરી ભારતીય નાગરીક સરક્ષા સહિતા કલમ 35(1)(જે) મુજબ અટક કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!