અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બીઝેડ ની વિવિધ ફ્રેન્ચાઈઝી ઉપર સીઆઈડી ની ટીમે દરોડા પાડી તપાસ હાથ ધરી છે. આ પ્રકારની ફાઈનાન્સ કંપનીઓ પોંઝી સ્કીમ ચલાવતી હોવાની ચર્ચાઓ ચાલી હતી, જેને લઇને પોલિસે અચાનક દરોડા પાડી કાર્યવાહી કરતા, હવે મોડાસામાં પાંચ થી છ જેટલી આવી પોંઝી દુકાનો ચાલે છે, જેમાંથી વધુ એક દુકાનના બોર્ડ કડકડતી ઠંડીમાંમ મોડી રાત્રે અચાનક ઉતારી લેવામાં આવ્યા છે.
મોડાસાના મેઘરજ રોડ ઉપર આવેલા શ્રીજી સ્ક્વેરમાં આવેલ હરિસિદ્ધ ફાઈનાન્સ ગૃપ સાથે અચાનક એવું તો શું થયું કે, રાતોરાત બોર્ડ ઉતારવા પડ્યા છે ? હરિસિદ્ધ ગૃપ એ મોટા ઉપાડે સાયલેંટ પાર્ટનર્સ બનાવી મોટા ઉપાડે કામ લીધુ હતું, જોકે હવે અચાનક બીઝેડ ઉપર થયેલી સીઆઈડીની કાર્યવાહી પછી, અહીં પણ તાળા જોવા મળતા હતા, ત્યારે અચાનક અહીંથી બોર્ડ ઉતારી લેવામાં આવ્યા છે. બોર્ડ ઉતરી જતાં હવે કઈ ભાષામાં બોર્ડ નવા લગાવાશે તે પણ એક રોકાણકારોમાં ઉદભવી રહ્યો છે. લોકચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે, પોંઝી દુકાનદારો રોકાણકારોને એવું જણાવી રહ્યા છે કે, હાલ સીઆઈડીની કાર્યવાહી ચાલી રહી છે, એટલે થોડા દિવસ શાંત રહો.
મોડાસા શહેરના બહારી વિસ્તારમાં થોડા દિવસે પહેલા તામજામ સાથે બર્થ ડે ની ઉજવણી કરવામાં આવી હતી, પોંઝી દુકાન ચલાવતા એક વ્યક્તિએ લાખોનો ખર્ચો કરીને તમામ લોકોને જમાડી જાહોજલાલી કરી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. એટલું જ નહીં લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે, રોકાણકારોના પૈસે તાડધિન્ના ક્યાં સુધી કરશે ?
હજુ પણ અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પોંઝી સ્કીમ ચલાવતા કેટલાય CEOs ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જો સાચુ કામ કરતા હોય તો ભૂગર્ભમાં કેમ ઉતરી ગયા તે પણ એક સવાલ છે. છેલ્લા કેટલાય સમયથી આર.કે.એન્ટરપ્રાઈઝ પણ બંધ જોવા મળી રહ્યું છે.