બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર, હિંદુ મંદિરો પર હુમલો અને હિંદુઓની હત્યા પર અરવલ્લી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિવ્દુ પરિષદ દ્વારા અરવલ્લી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
આવેદન પત્રમાં જણાવ્યું છે કે, બાંગ્લાદેશના હિંદુઓ સાથે સતત બની રહેલી ઘટનાઓ સમગ્ર હિંદુ સમાજને આતંકિત કરી રહી છે, અને હવે બાંગ્લાદેશ પણ હિંદુઓ સાથે આતંકવાદી-જેહાદી વર્તન અપનાવી રહ્યું છે, બાંગ્લાદેશને ઇસ્લામમાં રૂપાંતરિત કરવા માટે જેહાદ તરફ આગળ વધવાની પ્રેરણા આપવામાં આવી રહી છે. વર્તમાન રખેવાળ સરકાર બાંગ્લાદેશના હિન્દુઓને સતત હેરાન કરી રહી છે. મંદિરો તોડવામાં આવી રહ્યા છે, હિંદુ બહેનો અને દીકરીઓ પર અત્યાચાર, બળાત્કાર અને અપહરણની ઘટનાઓ સતત બની રહી છે.
બાંગ્લાદેશ સરકાર સંત સમાજને જેલમાં પુરવાનું કામ કરી રહી છે. બાંગ્લાદેશની રખેવાળ સરકાર દ્વારા ઇસ્કોનના સંતો અને હિંદુ મંદિરોના પૂજારીઓને ત્રાસ આપવાનું અને તેમને જેલમાં ધકેલી દેવાનું નિંદનીય કૃત્ય સતત કરવામાં આવી રહ્યું છે, જે બાંગ્લાદેશની રખેવાળ સરકારની જેહાદી માનસિકતા દર્શાવે છે. બાંગ્લાદેશમાં હિંદુઓ સતત ઘટી રહ્યા છે આજે બાંગ્લાદેશમાં માત્ર 8 હિંદુ સમુદાય છે.
બાંગ્લાદેશની રખેવાળ સરકારને ચેતવણી આપવી જોઈએ કે તે હિન્દુ સમાજના મૂળ અને તેની ધાર્મિક માન્યતાઓને બચાવવા માટે તાત્કાલિક જરૂરી પગલાં લે એવી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ની માંગ છે