અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં પોંઝીના સ્કીમની ભરમાર હોય તેવું લાગે છે, અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં નાની-મોટી સાત થી વધારે પોંઝી દુકાનો ધમધમતી હતી, જોકે પોલિસની કાર્યવાહી પછી તમામના પાટિયા પડી ગયા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા સહતિ, ધનસુરા અને મેઘરજમાં કાર્યરત હતી, જ્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, રણાસણ અને ગાંભોઈમાં ધૂમ મચાવતી હતી, પણ સીઆઈડીની કાર્યવાહી પછી, પોંઝીના CEO ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
ગાંભોઈ ખાતે એસ.પી. અને એસ.સી. નામના વ્યક્તિઓ પોંઝી ચલાવતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, એટલું જ નહીં, પોંઝીના પોસ્ટર પર નામ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગાડીઓમાં સીઈઓ આવતા અને જતાં, લોકોમાં રોલો પાડતા, આજે તેમનો રોલ થઈ ગયો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બે વ્યક્તિ પણ આમાં સામેલ હોવાની વાતો વહેતી થઈ છે. એટલું જ નહીં સીઈઓની એજન્ટ શિક્ષકના જન્મ દિવસની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી, જેમાં બર્થ ડે ગિફ્ટમાં મોંઘુ મોપેડ ભેટ કરાયું હતું. જેમાં પોંઝી દુકાનના ડિરેક્ટર અને સીઈઓ પણ મુખ્ય મહેમાન તરીકે હાજર હતા. ગાંભોઈ જેના નાના પ્લેસ પર આવી પોંઝી દુકાનો ચાલુ કરીને, ઊંચા વળતરની લાલચ આપનાર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આજે સંતાઈ ગયા છે. ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે, હવે ગાંભોઈની દુકાનો પણ શરૂ નહીં થાય.