અંકિત ચૌહાણ/જય અમીન
હાલ શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, જેમાં અલગ અલગ મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. આ વચ્ચે પ્રથમવાર ચૂંટાઈ આવેલા સાબરકાંઠા જિલ્લાના મહિલા સાંસદ શૌભનાબહેન બારૈયાએ અરવલ્લી જિલ્લાને શિક્ષણનગરના દરજ્જાને વેગ આપવા, કેન્દ્રીય વિદ્યાલય અંગે રજૂઆત કરી હતી.
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના સાંસદ શૌભનાબહેન બારૈયાએ મોડાસા ખાતે મંજૂર થયેલ છે, જોકે કામ શરૂ નહીં થતાં સંસદમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય વિદ્યાલય જે હજુ સુધી શરૂ થઈ નથી, જેમ બને એમ ઝડપથી શરૂ કરવા સાંસદ શોભનાબેન બારૈયાએ કેન્દ્રીય શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. તેમણે ઉમેર્યું કે, કેન્દ્રીય વિદ્યાલય શરૂ થાય તો, અરવલ્લી જિલ્લાના અનેક બાળકોનું શિક્ષણ નું સ્તર ઊંચુ આવશે અને સકારાત્મક પરિવર્તન શિક્ષણ ક્ષેત્રે આવશે.
સંસદ સત્ર દરમિયાન સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા એ શિક્ષણ નો જીવ હોવાથી તેમના દ્વારા પોતાની પ્રથમ રજૂઆત માં જ સાબરકાંઠા – અરવલ્લી જિલ્લાના શૈક્ષણીક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી. અરવલ્લી જિલ્લાને કેન્દ્રીય વિદ્યાલયની વાત સંસદમાં ગુંજી હતી જોકે, મોડાસાના ધારાસભ્ય ભિખુસિંહ પરમાર, યુનિવર્સિટીના મુદ્દે જીતી ગયા છે, તેના પર હવે વાત કરવા જ તૈયાર નથી, જેને લઇને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.