ખેલ મહાકુંભ 3.O માં ભાગ લેવા રાજ્યની વિવિધ શાળાઓ અને ખેલાડીઓ માટે તા. ૫ થી ૨૫ ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે
૨૫ મી ડીસેમ્બર સુધી https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભ ૩.૦ નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/મહાનગરપાલિકા કક્ષા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજયકક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવનાર છે.
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની તમામ શાળાઓએ શાળાકક્ષાએ અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭ વયજૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટીક્સ રમતમાં ફરજીયાત ભાગ લેવાનો રહેશે. ખેલ મહાકુંભ ૩.૦ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.૦૫/૧૨/૨૦૨૪ થી શરૂ કરવામાં આવનાર છે. રજીસ્ટ્રેશનની છેલ્લી તા.૨૫/૧૨/૨૦૨૪ સુધીની રહેશે.
ખેલ મહાકુંભ ૩.૦ માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓએ https://khelmahakumbh.gujarat.gov.in
વેબસાઈટ પર ફરજીયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પ્રત્યેક ખેલાડી મહત્તમ ૨ (બે) રમતમાં જ ભાગ લઈ શકશે. કોઈપણ ખેલાડી બે રમત કરતા વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં. અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ખાતેથી પોતાના વયજૂથમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે..
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે અરવલ્લી જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવનાર છે… અરવલ્લી જિલ્લા રમતગમત વિભાગ દ્વારા આ વર્ષે વધુમાં વધુ ખેલાડીઓ ખેલ મહાકુંભમાં જોડાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.. ગયા વર્ષે અરવલ્લી જિલ્લામાં 1.71 લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો… જેમાં અંડર ઈલેવનથી લઈને ઓપન એજગૃપ ના ખેલાડીઓ જોડાયા હતા.. આ વર્ષે પણ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત વિભાગ દ્વારા ખેલાડીઓને રજિસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી રહી છે..