31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરવલ્લી જિલ્લામાં પોંઝી દુકાનના CEOs હરપાલસિંહ ઝાલા અને અજયસિંહ પરમાર સામે CID માં ગુનો દાખલ


મોડાસામાં કાર્યરત R.K.Enterprise ના હરપાલસિંહ ઝાલા અને હરિસિદ્ધ ફાઈનાન્સિસ સર્વિસિસના CEO અજયસિંહ પરમાર સામે ગુનો દાખલ

અરવલ્લી-સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પોંઝી દુકાનો ચાલી રહી છે, જેની સામે સીઆઈડી દ્વારા સતત તપાસ અને દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ વચ્ચે અરવલ્લી જિલ્લાના મોડાસા ખઆતે ચાલતી વધુ ત્રણ પોંઝી દુકાન સંચાલકો અને કહેવાતા સીઈઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં મોડાસા ખાતે કાર્યરત આર.કે.એન્ટરપ્રાઈઝ ના સીઈઓ હરપાલસિંહ ઝાલા, હરિસિદ્ધિ ફાઈનાન્સિયલ સર્વિસ ના સીઈઓ અજયસિંહ પરમાર તેમજ કે.કે.એન્ટરપ્રાઈઝના સીઈઓ સહિત અન્ય મળતિયા તેમજ નામ નિકળે તેના સામે ગાંધીનગર સીઆઈડીએ ફરિયાદ દાખલ કરી છે.

ગાંધીનગર સીઆઈડીએ નોંધેલી ફરિયાદ મુજબ આર.કે.એન્ટરપ્રાઈઝ, હરિસિદ્ધિ ફાઈનાન્સિયલ સર્વિસિસ અને કે.કે.એન્ટરપ્રાઈઝ કે, જેઓ અલગ અલગ સરનામા ખાતે ઓફિસો ખોલી અલગ નામની બીજી કંપનીઓ ખોલી તે કંપનીમાં એજન્ટ રાખી લોકોને રોકાણ કરાવી માસિક 5% થી 30% સુધીનું વ્યાજ બે વર્ષ માટે રોકાણ કરો તો વ્યાજ તમને આપશે અને તમે રોકાણ કરેલ નાણાનું કંપની તરફથી એક એ ગ્રીમેન્ટ આપવામાં આવશે. એટલું જ નહીં તમે તમારા હાથ નીચે કોઈ પણ રોકાણકાર પાસેથી રોકાણ કરાવશો તો તમને તેનું 1% કમિશન મળશે તથા તેના નીચે અન્ય કોઇ રોકાણ કરશે તો 0.2 % કમિશન મળશે. આવી માહિતી ગ્રાહકોને આપી કંપનીના સીઈઓ તેમજ એજન્ટ ગ્રાહકોને વિશ્વાસમાં લઇ ગ્રાહકો પાસે નાણાનું રોકાણ કરાવતા, અને નાણા પરત નહીં આપી અને લોભામણી લાલચો આપી આયોજનપુર્વકનુ કાવતરૂ રચી ભોગ બનનારાનાઓને આશરે 50 કરોડ જેટલું આર્થિક નુકસાન કરી નાણાંકિય છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી આર્થિક નુકશાન કરી ગુન્હો કરેલ છે.

અરવલ્લી જિલ્લામાં આવી કેટલીય પોંઝી દુકાનો ચાલતી હતી, જેને લઇને સીઆઈડીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે ત્યારે હવે મોડાસા ખાતે કાર્યરત વધુ ત્રણ પોંઝી દુકાનોના સીઈઓ સામે ગુનો દાખલ કરાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા બીઝેડ ઉપર સીઆઈડીના દરોડા પછી, હરિસિદ્ધિ ગૃપ અને આર.કે. એન્ટરપ્રાઈઝના બોર્ડ તો પહેલેથી જ ઉતારી લેવાયા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!