ટિંટોઇ પોલિસ ની ટીમ શું કરે છે તે સવાલ
હાઈવે પર લટાર મારતી ટિંટોઈ પોલિસ ને ગંધ પણ ન આવી કે શું?
ટિંટોઈ પોલિસ પેટ્રોલિંગ કરતી હશે કે નહીં તે પણ સવાલો
ટિંટોઈ પોલિસની D સ્ટાફ ટીમ માત્ર શોભાના ગાંઠીયા સમાન બની
અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં સતત ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવતી હોય છે, જેમાં ચોરી, હત્યા, મારી-મારી સહિતની ઘટનાઓનો સમાવેશ થતો હોય છે. એટલું જ નહીં જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી પર હજુ અંકુશ આવ્યો નથી, તો બીજી બાજુ ગાંજા નું ચલણ વધી ગયું છે. સ્થાનિક પોલિસના છુપા આશીર્વાદથી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા લોકો બેફામ થાય છે ત્યારે SMC અથવા તો CID દ્વારા કાર્યવાહી કરાતા, સ્થાનિક પોલિસની કામગીરી પર સવાલો ઉઠે છે. આવી જ એક ઘટનાનો પર્દાફાશ CID એ કરતા, મોડાસા તાલુકાની ટિંટોઈ પોલિસના કામગીરી પર લીરેલીરા ઉડી ગયા છે.
મોડાસા તાલુકાના ટિંટોઈ પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી CID ક્રાઇમની ટીમ ગાંજોના વાવેતર પર કાર્યવહી કરી છે. અરવલ્લી જિલ્લા પોલિસ ની નાક નીચે CID એ કાર્યવાહી કરતા અનેક સવાલો ઊઠી રહ્યા છે. મોડાસા તાલુકાના જામાપુર ગામની સીમમાં અડધા વીઘા ખેરતમાં કપાસનું વાવેતર કરેલું હતું, કપાસના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની જાણકારીના આધારે, CID ત્રાટકી હતી અને ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. CID ની ટીમે ગાંજાના નંગ-૭ છોડ,વજન-૧૬ કિલો,૬૦૦ ગ્રામ કિંમત રૂ.૧,૬૦,૬૦૦/- મુદ્દમાલ કબજે કર્યો હતો. સમગ્ર મામલે ખેતર માલિક આરોપી ફરાર થઈ ગયો હતો.
મોડાસા તાલુકા ટિંટોઈ પોલિસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો પકડાતા, હવે ટિંટોઈ પોલિસની ટીમ, D સ્ટાફ તેમજ સ્થાનિક થાના અધિકારી શું કરે છે તેવા પણ સવાલો ઉઠવા પામ્યા છે. ટિંટોઇ પોલિસની નાક નીચેથી CID ટીમે ગાંજાનો જથ્થો પકડી પાડતા, જિલ્લા પોલિસની કામગીરી પર સ્થાનિક પોલિસ ટીમે પાણી ફેરવી દીધું છે.