અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ડેનાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ મા ગઈકાલે કસાણા બીટ અને રામગઢી બીટ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ જેમાં કસાણા બીટ નો 38 રને ભવ્ય વિજય થયો .જેમાં કસાણા બીટ તરફથી જયદિપ ખોખરીયા એ તોફાની બેટીંગ કરી 41 બોલમાં 114 રન કર્યા હતા . બંન્ને ટીમોને ખૂબ ખૂબ અભિનંદન . છેલ્લે વિજેતા ટીમને શીલ્ડ , જિલ્લા સંઘ તરફથી 5100 રૂ . અને મેઘરજ તાલુકા પ્રા શિ.સંઘ તરફથી 5000 રૂ. ઇનામ આપવામાં આવ્યુ . રનર્સપ ટીમને શીલ્ડ અને મેઘરજ તાલુકા પ્રા શિ.સંઘ તરફથી 2500 રૂ. ઈનામ આપવામાં આવ્યુ . મેઘરજ તાલુકા પ્રા. શિ. સંઘ ના ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ તરફથી બન્ને ટીમોને 2500 -2500 રૂ. પુરસ્કાર આપવામાં આવ્યુ . આ પ્રસંગે જિલ્લા સંઘના પ્રમુખ અનિલભાઈ, ઉપપ્રમુખ લાલુરામ, મહામંત્રી આશિષભાઈ ,કોષાધ્યક્ષ જિજ્ઞેશ ગોર, મેઘરજ તાલુકા,BRC CO કલ્પેશભાઈ , મોડાસા પ્રા. શિ. સંઘના પ્રમુખ અમિતભાઈ અને મહામંત્રી વિમલભાઈ ઉપસ્થિત રહ્યા હતા .