અરવલ્લી જિલ્લામાં પોલિસ વિભાગને હવે કદાચ હવન કરાવવો પડે તેવી નોબત આવી હોવાની ચર્ચાઓ પોલિસ બેડામાં ચાલી રહી છે. છેલ્લા થોડા દિવસથી સ્થાનિક પોલિસ આરામ ફરમાવતા, બહારની ટીમ દ્વારા કાર્યવાહી થઈ રહી છે તો કેટલીક જગ્યાએ અસામાજિક તત્વો કાયદો વ્યવસ્થાને પડકાર ફેંકી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.
ભિલોડા તાલુકામાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યો હોય તેવી ઘટના સામે આવી છે. બિરસામુંડા સર્કલ પર અસામાજિક તત્વોએ કારના કાચ તોડી ને પલાયન થઈ જતાં, લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાત્રીના સમયે પાર્ક કરેલી પાંચ જેટલી કારના કાચ કેટલાક શખ્સો તોડીને પલાયન થઈ ગયા છે, જેને લઇને ગાડીઓને નુકસાન પહોંચ્યું છે. સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈએ પોલિસે કાર્યવાહી કરે, તેવી લોકમાંગ ઉઠવા પામી છે.