33.1 C
Gujarat
Monday, September 21, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લામાં CID ના ધામા, હરિસિદ્ધિ ફાઈનાન્સિયલ સર્વિસ માં મોડી રાત્રે સર્ચ,...

અરવલ્લી જિલ્લામાં CID ના ધામા, હરિસિદ્ધિ ફાઈનાન્સિયલ સર્વિસ માં મોડી રાત્રે સર્ચ, થોડા દિવસ પહેલા જ દુકાન ખાલી કરી દેવાઈ !

0

અરવલ્લી-સાબરકાંઠા જિલ્લા્માં પોંઝી નો રાફડો ફાટી નિકળ્યો છે ત્યારે બે દિવસ પહેલા બીઝેડ પછી વધુ ત્રણ પોંઝી દુકાનના સંચાલકો સામે ગુનો દાખલ થયો હતો. જેમાંથી બે પોંઝી દુકાનોમાં સીઆઈડીએ તપાસ હાથ ધરી હતી.

રવિવારના દિવસે મોડી રાત્રે 8 વાગ્યાના અરસામાં સીઆઈડીની ટીમ મોડાસાના મેઘરજ રોડ પર આવેલા એક કોમ્પ્લેક્ષમાં પોંઝી દુકાન હરિસિદ્ધિ ફાઈનાન્સિયલ સર્વિસ ખાતે સીઆઈડી પહોંચી હતી. દુકાનમાં વિવિધ જગ્યાએ પુરાવા શોધવાની તજવીજ હાથ ધરાઈ હતી, જોકે પોલિસને શું હાથે લાગ્યું છે તે કહેવું મુશ્કેલ છે, જોકે મોડી રાત્રી સુધી આ સર્ચ ઓપરેશન અને તપાસ હાથ ધરવામાં આવી હતી. બે દિવસ પહેલા એક સાથે ત્રણ પોંઝી દુકાનના કહેવાતા સીઈઓ પર સીઆઈડીએ ફરિયાદ દાખલ કરી હતી, ત્યારથી જ હરિસિદ્ધિ ના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

બીઝેડ પર થયેલી કાર્યવાહી પછી થોડા સમય વિતી ગયો એટલે હરિસિદ્ધિના પાટિયા રાત્રીના સમયે ઉતારી લેવાયા હતા, સુત્રો તરફથી મળતી માહિતી મુજબ, આ સમય દરમિયાન દુકાન પણ ખાલી કરી દેવાઈ હતી. દુકાનમાંથી ખાલી કરેલ દસ્તાવેજો ભરીને સામાનને ક્યાં લઈ જવાયો છે તે પોલિસ તપાસમાં જ બહાર આવી શકે છે. હાલ તો સીઆઈડીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો છે.

સીઆઈડીની ટીમ રાત્રીના સમયે હરિસિદ્ધિમાં તપાસ કર્યા પછી હજીરા વિસ્તારમાં ચાલતા, આર.કે.એન્ટરપ્રાઈઝ ની દુકાન આસપાસ પહોંચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!