અરવલ્લી – સાબરકાંઠા જિલ્લામાં એક પછી એક પોંઝી દુકાનોનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે. ઠેર ઠેર જ્યાં નજર નાખો ત્યાં પોંઝી દુકાનો ચલાવતા હતા, તહેવારોમાં મોટા ઉપાડે જાહેરાતો કરી હતી, ત્યારબાદ કેટલાય રોકાણકારો પોંઝીની ઝાળમાં ફસાયા હતા. અરવલ્લી જિલ્લામાં R.K. એન્ટરપ્રાઈઝ નામે પણ પોંઝી દુકાનના CEO હરપાલસિંહ ઝાલાએ મોટા ઉપાડે કામ લીધું હતું અને ઊંચા વ્યાજદર સાથે રોકાણકારોને તેમની ઝાળમાં ફસાવતો હતો, જેને લઇને સીઆઈડી એ ગુનો દાખલ કર્યો છે. આર.કે. એન્ટરપ્રાઈઝ માં નામી-અનામી લોકો ની સાથે અધિકારીઓ અને કેટલાય કર્મચારીઓ લપેટામાં આવી ગયા હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યું છે.
અરવલ્લી જિલ્લામાં આર.કે.એન્ટરપ્રાઈઝ ના નામે પોંઝી દુકાન મોડાસાના હજીરા વિસ્તારમાં શરૂ કરવામાં આવી હતી, જેણે મોટા ઉપાડે કામ લીધું હતું. ઊંચા વ્યાજદર સાથે લોકોને તેમની પોંઝી દુકાનમાં રોકાણ કરવા માટે આકર્ષિત કરતા હતા, જેથી રોકાણકારો સત્વરે તેમની ઝાળમાં આવી જાય. આર.કે.એન્ટરપ્રાઈઝમાંથી છૂટા થયેલા અશોક નામના શખ્સે ઘરે બેઠા-બેઠા હવે પોંઝી દુકાન શરૂ કરી હોવાની ચર્ચાઓ થવા લાગી છે. હજી તો આર.કે.એન્ટરપ્રાઈઝના CEO હરપાલસિંહ પોલિસ પકડમાં આવ્યા નથી, ત્યાં તો, તેમાંથી છૂટા થયેલા આ શખ્સે નવીન પોંઝી દુકાન શરૂ કરી હોવાની ચર્ચાઓ શરૂ થતાં, કેટલા લોકોના રૂપિયા રોકાણ કર્યા છે, તે પણ સવાલ છે.
R.K. એન્ટરપ્રાઇઝ ના હરપાલસિંહ ઝાલાએ લોકોના કરોડો રૂપિયા રોકાણ કરીને, અચાનક દુકાન બંધ કરી દેતા, હવે સવાલો ઉઠી રહ્યા છે કે, શું રોકાણકારોને તેમના રૂપિયા પરત મળશે કે નહીં ? શું હરપાલ થોડા દિવસમાં માટે ભૂગર્ભમાં ઉતરી ગયો છે કે પછી હરપલ માટે તે પણ સવાલ છે.