અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી વિદેશી દારૂનો જથ્થો સતત પકડવામાં આવી રહ્યો છે. સ્થાનિક પોલિસ હાલ શિયાળામાં ઠુંઠવાઈ ગઈ હોય તેમ જોવા મળી રહ્યું છે. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતા, મોડાસા ગ્રામ્ય પોલિસની ટીમની ઠંડી ઉડાવી દીધી છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે મોડાસા ગ્રામ્ય પોલિસ વિસ્તાર એવા શિણાવાડ નજીકથી કારમાંથી 3.67 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.
અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલની સૂચનાથી અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંહમાં હતી ત્યારે મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશન વિસ્તારની હદમાં જતાં બાતમી મળી હતી કે, એક કારમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મોડાસા રૂરલ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી, તે સમય દરમિયાન ફરેડી ગામના પાટીયે જતાં બાતમી મળી હતી કે, એક સફેદ કલરની હુન્ડાઈ ક્રેટા ગાડીનં GJ01 KU 8428 ની માં તેનો ચાલક તથા તેની સાથેનો બીજો એક ઇસમ બન્ને રાજસ્થાનથી ભારતીય બનાવટના ઇંગ્લીંશ દારૂનો જથ્થો ભરી લઇ શીણાવાડ થી ફરેડી ગામ તરફ આવે છે. પોલિસે ચોક્કસ બાતમીના શીણાવાડથી ફરેડી તરફ આવતા હુન્ડાઇ ક્રેટા ગાડીની નાકાબંધી કરી હતી. હ્યુન્ડાઈ ગાડી આવતા જ પોલિસે કાર ચાલકને ઉભી રાખવા માટે બેટરી તથા લાકડીઓ બતાવી ઇશારો કર્યો હતો. જોકે ચાલકે પોતાની ગાડી રીવર્સમાં ભગાવવા હુન્ડાઈ ગાડી આગળ સરકારી ગાડીથી બ્લોક કરવામાં આવી હતી. આ સમય દરમિયાન કારમાં સવાર બંન્ને ઈસમો અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા.
પોલિસે ગાડીમાં જોતા વચ્ચેની શીટના ભાગે તથા પાછળની ડીકીમાં ઇંગ્લીંશ દારૂ તથા બીયરની પેટીઓ ભરેલી મળી આવી હતી. પોલિસે ઈંગ્લીશ દારૂ અને બિયરી બોટલ તપાસતા વિદેશી દારૂ બોટલ /ટીન કુલ નંગ-1416 જેની કિ.રૂ.3,67,240/-નો પ્રોહી મુદ્દામાલ તથા હુન્ડાઇ ગાડી ની કિ.રૂ.5,00,000/-મળી કુલ રૂ.8,67,240/- નો પ્રોહી મુદામાલ કબજે કર્યો હતો. પોલિસે કાર ચાલક બે વોન્ટેડ બુટલેગર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વોન્ટેડ આરોપી:-
1.હુન્ડાઈ ક્રેટા ગાડી નંર GJ 01 KU 8428 નો ચાલક નામઠામ મળેલ નથી તે
2.હુન્ડાઈ ક્રેટા ગાડી નં GJ01 KU 8428ના ચાલકની બાજુમાં બેઠેલ બીજો માણસ નામઠામ મળેલ નથી તે