અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં બીઝેડ સહિત કેટલીય પોંઝી દુકાનોનો પર્દાફાશ થયો છે, જેમાં કેટલાક શિક્ષકો એજન્ટ તરીકે કામ કરતા હોવાના વીડિયો અને ફોટો વાઈરલ થતાં હવે શિક્ષકોના પગતળેથી જમીન સરકવા લાગી છે. કેટલાક શિક્ષકોના મોંંઢામાંથી કોઈ શબ્દ જ નથી નિકળતો. આટ-આટલો પગાર હોવા છતાં લાલચમાં આવીને લોકોને ડુબાડવાની સ્કીમ રોકાણકારો સુધી પહોંચાડવાનો ખેલ હવે શિક્ષકોને ડુબાડશે કે ફળશે તે સવાલો ઉઠી રહ્યા છે.
પોંઝી સ્કીમનો પ્રચાર કરતા અને એજન્ટ તરીકે કામ કરતા શિક્ષકો સામે હવે થઈ કાર્યવાહી શકે છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં બીઝેડ, આર.કે. એન્ટરપ્રાઈઝ, હરિસિદ્ધિ ફાઈનાન્સિયલ સર્વિસ જેવી પોંઝી દુકાનો ચાલતી હતી. આ તમામ પોંઝીના સીઈઓ રોકાણકારોને ઊંચુ વ્યાજદર આપતા હતા, જેને લઇને રોકાણકારો આકર્ષાઈને રોકાણ કરતા હતા. આ વચ્ચે આવી પોંઝી દુકાનોમાં કેટલાક શિક્ષકો પણ જોડાયા હતા, જેઓ વિદેશમાં ટહેલવા પણ ગયા હતા. જે શિક્ષકો વિદેશ ગયા હતા, જેમના ફોટોઝ વાઈરલ થતાં, હવે શિક્ષણ વિભાગ સક્રિય થયું છે. જે શિક્ષકો વિદેશ ગયા હતા, તેમણે શિક્ષણ વિભાગની મંજૂરી મેળવી છે કે, કેમ, તે અંગે, હવે શિક્ષકો પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે… અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ દવે એ જણાવ્યું કે, જો શિક્ષકોની સંડોવણી હશે, તો શિક્ષણ વિભાગના નિયમ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લમાં પોંઝી સ્કીમનો કેટલાક શિક્ષકો પ્રચાર કરતા હતા, અને રોકાણ પણ કરાવતા હતા, જોકે શિક્ષણ વિભાગ મામલાને ક્યાંક દબાવી તો નહીં દે ને,તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે શિક્ષણ વિભાગે શિક્ષકો પાસે, ખુલાસો માંગો છે, જેમાં શું આવે છે, તે જોવું રહ્યું.