11 મહારૂદ્ર યજ્ઞ, 121 લધુરૂદ્ર યજ્ઞ સમાન 1અતિરૂદ્ર મહાયજ્ઞ નું મોટું મહત્વ
શિવજીની પાલખી યાત્રા સાથે આરંભAdvertisement
યજ્ઞ એ ભારતીય સંસ્કૃતિ નું પ્રતીક છે આપણા હિંદુ ધર્મ માં જેટલી મહાનતા યજ્ઞ ને આપવામાં આવી છે તેટલી મહાનતા બીજા કોઈ પણ ને આપવામાં આવેલ નથી. આપણું કોઈ પણ શુભ ધર્મ કાર્ય યજ્ઞ વીના પરિપૂર્ણ થતું નથી. ત્યારે અતિ રુદ્ર મહાયજ્ઞમાં શિવની ઉપાસનાનું અનેરૂં મહત્વ રહેલું છે.
અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર અતિ રૂદ્ર મહાયજ્ઞનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી પંડિતો આવ્યા છે, જેમના સાનાધ્યમાં આ મહાયજ્ઞનો લ્હાવો લેવા માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી લોકો પહોંચી રહ્યા છે…મહાદેવનો મોટામાં મોટો યજ્ઞ એટલે અતિરૂદ્ર, જેનું આયોજન મોડાસા નગરમાં કરવામાં આવ્યું છે તા. ૧૧/૧૨/૨૪ થી પ્રારંભ થયેલા યજ્ઞ ની ૧૫/૧૨/૨૦૨૪ ના રોજ પૂર્ણાહુતિ થશે. અતિરૂદ્ર મહાયજ્ઞ થી ભગવાન શિવ ને પ્રસન્ન કરવામાં આવે છે. શિવજીને સકારાત્મક ઉર્જા નો વિકાસ કરવાની અને પ્રાર્થના કરવાની આ એક સનાતની ધાર્મિક પધ્ધતિ છે. એકવાર દર્શન કરવાથી અલૌકીક શક્તિનાં દર્શન થતા હોય છે. મોડાસા નગર ના અશોકભાઈ જોષી પરિવાર દ્વારા આયોજિત અતિરૂદ્ર યજ્ઞના આચાર્ય અગ્નિહોત્રી આત્રેય કુમાર અને 175 ભૂદેવ આ યજ્ઞ મા જોડાયા છે.. દર્શનાર્થીઓ યજ્ઞ કુટિરની પ્રદક્ષિણા ફરીને ભગવાન શિવની પૂજા કરતા પણ નજરે પડ્યા હતા..
મોડાસાના સૌ મંદિર થી શિવજીની પાલખી યાત્રા નિકળી હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો અતિરૂદ્ર મહાયજ્ઞ યાત્રામાં જોડાયો છે. મોડાસા શહેરના મેઘરજ રોડ પર વિશેષ યજ્ઞ કુટિર તૈયાર કરાઈ છે, પૌરાણિક પદ્ધતિથી યોજવામાં આવેલા મહાયજ્ઞમાં પહોંચી, લોકોએ ધન્યતા અનુભવી હતી.