24 C
Ahmedabad
Tuesday, January 21, 2025

EXCLUSIVE: પોન્જી સ્કીમ R.K.એન્ટરપ્રાઈઝ માલપુરના એક એજન્ટે વાસણના વેપારીના 1 કરોડનું રોકાણ કરાવતા ચકચાર


માલપુરના બિયારણ અને જંતુનાશક દવાના વેપારીએ અનેક ખેડૂતો અને શિક્ષકો સહિત વેપારીઓના કરોડો રૂપિયાનું R.K.એન્ટરપ્રાઈઝમાં રોકાણ કરાવી લાખ્ખો રૂપિયા કમાયો
R.K.એન્ટરપ્રાઈઝનો મહાઠગ હરપાલસિંહ ઝાલા કરોડો રૂપિયા ઉઘરાવી ભૂગર્ભમાં ઉતરી જતા રોકાણકારો કોઠીમાં મોઢું સંતાડી રડી રહ્યા છે
R.K.એન્ટરપ્રાઈઝમાં મહાઠગ હરપાલસિંહ ઝાલા અને તેની એજન્ટ ટોળકીએ રોકાણકારોને ડિપોઝિટના મહિને 6 % વ્યાજ આપી કરોડો રૂપિયા ખંખેરી ગાયબ

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં બિટકોઈન અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરતા હોવાની હવા ઉભી કરી બીજેડ,આર.કે એન્ટરપ્રાઇઝ,હરિસિદ્ધિ ફાઇનાન્સિયલ સર્વિસ સહિત અનેક મસમોટી જાહેરાતો કરતી પોન્જી સ્કીમોની દુકાનો બિલાડીના ટોપની માફક ઠેર ઠેર ખોલી એજન્ટોને ઉંચા કમીશનની લાલચ આપી હજ્જારો કરોડો રૂપિયા ઉઘરાવી 13 થી વધુ પોન્જી સ્કીમોની ઓફિસોમાં શટર પડી જતા લાલચુ રોકાણકારો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે મોડાસા શહેરમાં વૈભવી ઓફીસ અને ભપકાદાર શો બાજી કરી R.K.એન્ટરપ્રાઈઝમાં મહાઠગ હરપાલસિંહ ઝાલાએ એજન્ટો મારફતે કરોડો રૂપિયા ઉઘરાવી લઇ રફુચક્કર થઈ ગયો છે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમે R.K.એન્ટરપ્રાઈઝના મહાઠગ હરપાલસિંહ ઝાલા સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જોકે CID ક્રાઇમની નજરથી અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં K.એન્ટરપ્રાઈઝના બની બેઠેલા એજન્ટો બચી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

માલપુરના એજન્ટ પાસે કથિત પત્રકારોની ટોળકીઓએ લાખ્ખો રૂપિયા માંગી મામલો દબાવવાનો પ્રયાસ કર્યો છે, જેને લઇને પકડાતા પત્રકાર આલમ લાલઘુમ

Advertisement

R.K.એન્ટરપ્રાઈઝના માલપુર નગરમાં ફ્રેન્ચાઈઝી લઇ એજન્ટ બનેલા બિયારણ અને જંતુનાશક દવાના વેપારીએ ઉંચા કમિશનની લાલચમાં માલપુર સહિત આજુબાજુના પંથકમાં ખેડૂતો,વેપારીઓ અને શિક્ષકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ગુજરાતી ફિલ્મના મહેશ નરેશની જોડીની માફક મિત્ર ગણાતા આ એજન્ટે એક વાસણના વેપારી પાસે એક કરોડ રૂપિયાનું રોકાણ કરાવી છેલ્લા એક વર્ષથી મહિને 5 થી 6 લાખ રૂપિયા વ્યાજ આપતો હોવાથી વાસણના વેપારીએ અન્ય વેપારીઓના લાખ્ખો રૂપિયા આ એજન્ટ પાસે રોકાણ કરાવ્યાના ગણતરીના મહિનામાં R.K.એન્ટરપ્રાઈઝના પાટિયા પડી જતા વાસણના વેપારી સહિત અન્ય રોકાણકારો સમસમી ઉઠ્યા છે વાસણનો વેપારીના એક કરોડ રૂપિયા હોવા છતાં ઇન્કમટેક્ષ અને અન્ય સરકારી એજન્સીઓની તપાસથી ડરી મગનું નામ મરી પાડવા તૈયાર ન હોવાની ચર્ચા માલપુર નગરમાં ચારેકોર થઈ રહી છે ત્યારે CID ક્રાઇમ માલપુરના એજન્ટ અંગે તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી કરેની માંગ સમગ્ર પંથકમાં ઉઠી રહી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!