કયા વહીવટદારે દાહોદથી અરવલ્લી સુધી ગાડી લઈ જવા ટ્રક હંકારવા આદેશ કર્યો ?
…….તો ટ્રક ચાલક કોઈ વહીવટદારના સંપર્કમાં હતો કે, પછી….
એવી તે શું તકલીફ થઈ કે, છેક અરવલ્લીના મોડાસા ગ્રામ્ય વિસ્તારમાં આવી ટ્રક પકડવી પડી?
રતનપુર હાઈવે ક્લિયર કરવા માટે માસ્ટર પ્લાન ઘડવાનો તો, ઈરાદો નહીં હોય ને ?
લાઈન પર હાલ પૂર્ણ વિરામ હોવાથી આખો કાર્યક્રમ કર્યો હોવાની ચર્ચાઓએ પોલિસ બેડામાં ખળભળાટ મચાવ્યો?
અરવલ્લી જિલ્લો એ દારૂની લાઈન ચલાવવા માટે સિલ્ક રૂટ ગણાતો હોય છે, જોકે છેલ્લા દોઢ વર્ષથી લાઈનો પર અંકુશ લાગી જતાં, લાઈન ચલાવવા માટે અધિરા બની ગયેલા કહેવાતા બુટલેગરો હવે ખાખીની ભાઈબંધી કરી હોવાની ચર્ચાઓ ચાલી છે. ભાઈબંધીઓ હવે એટલી હદે ખાખીને બદનામ કરી રહ્યા છે કે, કોઈપણ અધિકારી કે કર્મચારી ખલલેરૂપ બને તો, ખેલ પાડી દેવાય છે, આવી ચર્ચાઓએ હવે પોલિસબેડામાં ખળભળાટ મચાવી દીધો છે.
અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની કડક અમલવારી કરાવતાલ નજરે પડ્યા છે. અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સરહદો પર રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંહ કરવામાં આવી રહ્યું છે, જેને લઇને નાના-મોટા વાહનોમાં ચાલતા દારૂને ખેપ નિષ્ફળ બનતા, હવે કહેવાતા બુટલેગરોના પેટમાં તેલ રેડાયું છે. સાયબર ક્રાઈમની ટીમે થોડા દિવસ પહેલા મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાંટડા ટોલ પ્લાઝા નજીક 21.45 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો, જેને લઇને મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશનના પીઆઈ સ્વામીને સસ્પેન્ડ કરી દેવાયા છે. થોડા મહિના અગાઉ પણ વિજિલન્સની ટીમે રનિંગ ટ્રકમાં થી ટિંટોઈ-મોડાસા હાઈવે પરથી લાખોનો વિદેશી દારૂનો જથ્થો રનિંગ ગાડીમાંથી પકડ્યો હતો, જ્યારે આ વખતે પણ રનિંગ ગાડીમાંથી સાયબર ક્રાઈમ ટીમે રનિંગ ગાડીમાંથી દારૂનો જથ્થો પકડ્યો છે. વર્તમાન જે કાર્યવાહી થઈ છે, એટલે કહી શકાય કે, જાણી જોઈને રસ્તો સાફ કરવા માટે કહેવાતા બુટલેગરોએ માસ્ટર પ્લાન ઘડી નાખ્યો છે.
મોડાસા તાલુકાના વાંટડા નજીકથી થોડા દિવસ પહેલા જે વિજિલન્સની ટીમે 21.45 લાખનો દારૂ પકડ્યો હતો, જે ટ્રક દાહોદ જિલ્લામાંથી પંચમહાલ, મહિસાગર અને ત્યારબાદ અરવલ્લી જિલ્લામાં પહોંચી હતી, જેની પાછળ એક ઈકો ગાડી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ આ ઈકો ગાડી હતી, જેમાં સાયબર ક્રાઈમના માણસો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. મોડાસાના સહયોગ ચોકડી પરથી ટ્રક અને ત્યારબાદ ઈકો ગાડી પસાર થઈ હતી, ત્યારે ગાડીને મોડાસા થઈને મોડાસા ગ્રામ્ય વિસ્તાર ટિંટોઈ, શામળાળાજી થઈને વાંટડા લઈ જવાઈ હતી, જ્યાં તકનો લાભ લઇને ટ્રક પકડી પાડી હોવાની ચર્ચાઓ પોલિસ બેડામાં ચાલી રહી છે. અરવલ્લી જિલ્લામાંથી દારૂની લાઈન ચલાવવા માટેના અથાગ પ્રયાસો થઈ રહ્યા છે, જોકે કહેવાતા બુટલેગરોના મનસૂબા પર પાણી ફરી જતાં, હવે રસ્તા ક્લિયર કરવાની તખ્તો ઘડી નાખવામાં આવ્યો હોવાની ચર્ચાઓ ચાલી છે, જોકે સત્યતા અંગે રાજ્ય પોલિસ વડા વિકાસ સહાયે તપાસ કરાવવા નિર્લિપ્ત રોય જેવા અધિકારીને આગળ કરવા જોઈએ.