ભિલોડા,તા.૧૪
ભિલોડા થી રીંટોડા થઈને ગાંભોઈ સુધીનો મુખ્ય સ્ટેટ હાઈવે પર હરીપુરા સુધીનો ધોરીમાર્ગ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાયો છે.ખખડધજ ધોરીમાર્ગ પર ઉભી ઘીસીઓ પડી ગઈ છે જેના કારણે ટુ – વ્હીલર ચાલકો નું બેલેન્સ જતું રહે છે અને જીલલેણ અકસ્માત થવાનો ભય રહે છે કેટલીક જગ્યાએ તો મસમોટા અનેક ખાડા પડી ગયા છે જેના કારણે ખાડા ટાળવા જતાં અકસ્માત થવાનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે.
ભિલોડા તાલુકાના માંધરી ગામના રહેવાસી. સામાજીક આગેવાન કાન્તિભાઈ પટેલએ જણાવ્યું હતું કે, હિંમતનગર વિભાગ ધ્વારા ગાંભોઈ થી હરીપુરા ગામ સુધીના બિસ્માર ધોરીમાર્ગ નું સત્વરે સમારકામ સંતોષકારક રીતે કરી દીધું છે પરંતુ અત્રે ઉલ્લેખનિય છે કે, મોડાસા (જી. અરવલ્લી) વિભાગના અધિકારીઓ ને શું આ નહીં દેખાતું હોય કે, પછી કોઈ ભયાનક જીવલેણ અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યા છે ? માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ, પદાધિકારીઓ આ ધોરીમાર્ગ પર થઈ ને પસાર થતા હશે ત્યારે એમને આ ખખડધજ ધોરીમાર્ગ બિસ્માર હાલતમાં શું નહીં દેખાતો હોય કે, પછી નિર્દોષ પ્રજાજનોની કોઈ ને કંઈ પડી જ નથી ? તેમ લોકમુખે જોરશોરથી ચર્ચાઓ જામી છે.જાગૃત પ્રજાજનોની પ્રબળ બળવત્તર માંગણી છે કે, વહેલામાં વહેલી તકે અત્યંત બિસ્માર ખખડધજ ધોરીમાર્ગનું સમારકામ સંતોષકારક રીતે લાગતા-વળગતા વહીવટી તંત્રના ઉચ્ચ કક્ષાના જવાબદાર અધિકારીઓ ધ્વારા નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલનની ચિમકી જાગૃત વાહન ચાલકોએ ઉચ્ચારી છે.