સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના રેલવેને લગતા પ્રશ્નો અંગે પ્રજાવત્સલ સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા એ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે અસરકારક ચર્ચા કરી.
ગત રોજ સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા જી દ્વારાકેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે સાબરકાંઠા-અરવલ્લી લોકસભા મતવિસ્તારમાં રેલ્વેના વિસ્તરણ અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી.
સાંસદ દ્વારા હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી જે કામ ચાલી રહ્યું છે તેને 22 કિમી લંબાવીને ખેડબ્રહ્માથી હડાદ સુધી જોડવામાં આવે તો યાત્રાળુઓને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સુધી પહોંચવામાં અનુકૂળતા રહે તે માટે ચર્ચા કરવામાં આવી,આ જોડાણ થી પોશિના,વિજયનગર,ખેડબ્રહ્મા સહિતના ટ્રાઈબલ તાલુકાના નાગરિકોનું રેલના માધ્યમથી સીધું જોડાણ દેશની રાજધાની દિલ્હી,મુંબઈ અને અમદાવાદ સાથે થશે.
ઉદયપુરથી અમદાવાદ સુધી વિદ્યુતીકરણનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે,જેનું નિરીક્ષણ કર્યા બાદ દિલ્હીથી અજમેર, ઉદેપુર, હિંમતનગર અને અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન શરૂ કરવા માટે સાંસદ દ્વારા રજૂઆત કરવામાં આવી.
સાંસદ દ્વારા મુંબઈથી સુરત,વડોદરા, અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર, અજમેર, જયપુર અને દિલ્હી માટે નવી સુપર ફાસ્ટ ટ્રેનો શરૂ કરવા અંગે મંત્રી સાથે ચર્ચા કરવામાં આવી.આ દરમિયાન સાંસદ દ્વારા અમદાવાદથી હિંમતનગર માટે દરરોજ સવાર-સાંજ નવી પેસેન્જર ટ્રેન શરૂ કરવાની પણ રજૂઆત કરી.