શ્રી ગોપાળાનંદ સ્વામીની પવિત્ર ધરા પર શિક્ષણની સાથે-સાથે સંસ્કાર અને ભણતરની સાથે ઘડતર કરતી શ્રી નવજીવન વિદ્યાલય, ટોરડાની ધોરણ – ૯ ની દીકરી ખરાડી ધ્વનિબેન સતિષભાઈએ સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણની સાથે-સાથે સાંસ્કૃતિક, નૈતિક મૂલ્યોના વિકાસ માટે શ્રી ગાયત્રી તીર્થ શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા – વર્ષ – ૨૦૨૪ માં ભિલોડા તાલુકામાં પ્રથમ નંબર મેળવી, ટોરડા હાઈસ્કુલ, સમગ્ર પરિવાર, સમાજ સહિત ટોરડા ગામનું ગૌરવ વધારેલ છે.આચાર્ય પિનાકીન એન. પટેલ, શાળા સંચાલક મંડળના સૌ હોદ્દેદારો એ દીકરીને બિરદાવી, જિલ્લા કક્ષાની સ્પર્ધામાં જવલંત સિધ્ધી હાંસલ કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.