બેંગલોર,
દેશભરમા બહુ ચર્ચિત જગાડનારા એવા બેંગ્લોરની એક કંપનીમા એઆઈ એન્જીનીયર તરીકે ફરજ બજાવનારા અતુલ સુભાષના આત્મહત્યા કેસમાં બેગલોર પોલીસને સફળતા મળી છે. પોલીસ પકડથી ભાગતા અતુલ સુભાષના સાસુ નિશા સિંઘાનીયા,સાળા અનુરાગ તેમજ તેની પત્ની નિકીતાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે કોર્ટમાં રજુ કરીને ન્યાયિક કસ્ટડીમા મોકલી આપવામા આવ્યા છે.
બેગલોર ખાતે નોકરી કરતા એઆઈ એન્જીનિયર અતુલ સુભાષ બેંગલોર સ્થિત આવેલા આવાસ ખાતે આત્મહત્યા કરી હતી.આત્મહત્યા કરતા પહેલા તેને સોશિયલ મિડીયા પર 1.20 કલાક લાબો વિડિયો અપલોડ કર્યો હતો.તેમા તને ન્યાયિક સિસ્ટમ પર સવાલો ઉઠાવ્યા હતા તેમજ પત્ની નિકિતા અને તેના પરિવાર પર માનસિક ઉત્પીડન અને પૈસા પડાવાના આરોપ લગાવ્યા હતા. તેના ભાઈની અરજી પર બેંગલોર પોલીસે 4 જણા સામે ફરિયાદ નોધી હતી બેંગલોર પોલીસે જોનપુર પહોચી હતી.જ્યા તાળુ હોવાથી નોટીસ લગાડી હતી.જોકે આ કેસ બાદ તેમના પરિવારજનો ભાગતા જતા હોવાનો વિડિયો સામે આવ્યો હતો. અતુલ સુભાષે 24 પાનાની એક સુસાઈડ નોટ પણ લખી હતી. બેગલોર પોલીસે સાસુ નિશા સિંઘાનિયા અને સાળા અનુરાગ સિંઘાનીયાની પ્રયાગરાજ તેમજ પત્ની નિકીતાની ગુરુગ્રામ ખાતેથી ધરપકડ કરી છે.