અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટિંટોઈ પોલિસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણાં સમય થી ચોરીની ઘટનાઓ ઘટી રહી છે, આ વચ્ચે મોટી ઈસરોલ ખાતે આવેલી એક દુકાનમાં મહિલા ટોળકી આવી પહોંચી હતી, જ્યાં કાપડની દુકાનમાં મહિલા સાડી છુપાવતી હતી, જેને લઇને દુકાનદારે જોઈ લેતા, સમગ્ર મામલો સામે આવતા, પોલિસની ટીમ પહોંચી હતા, લોકોએ મહિલા ટોળીને પોલિસને સોંપી હતી.
ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ચોર ટોળકી રાત્રીએ સક્રિય બની છે તો દિવસે છેતરપિડી તેમજ હાથ ચાલાકી કરીને ચોરીની ઘટનાને અજામ આપવાનો પ્રાયસ કેટલીક ટોળી કરતી હોય છે. આવી જ એક શાકાસ્પદ ટોળીને લોકોએ ઝડપી પાડી હતી. મોડાસા – શામળાજી હાઈવે પર રવિવારના દિવસે બપોરના અરસામાં મહિલાની એક ટોળી ખરીદીના બહાને આવી હતી. પ્રાપ્ત માહિતી હાઈવેની બાજુમાં મોલમાં મહિલા ટોળી પહોંચી હતી અને સાડીની ખરીદી બહાને ગયેલી ટોળી પૈકી એક મહિસા સાડી છુપાવતી હોવાની જાણ દુકાનદારને થઈ હતી. દુકાનદારને સમગ્ર મામલે જાણ થતાં, બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા, અને પોલિસને જાણ કરવામાં આવતા, ટિંટોઈ પોલિસની ટીમ આવી પહોંચી હતી. શંકાસ્પદ મહિલા ટોળીને લોકોએ ઝડપી પાડી, પોલિસને સોંપી હતી. સમગ્ર મામલે ટિંટોઈ પોલિસે શું તપાસ કરી છે તે સવાલ છે.