અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે દિવ્યાંગોને સાધન સહાયનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. ધનસુરા જે.એસ.મહેતા હાઇસ્કૂલ ખાતે અરવલ્લી સાબરકાંઠા ફિઝિકલ હેન્ડીકેપ્ડ સંસ્થા બુટાલ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.
પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ અને દરશુકેર ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ આત્મ નિર્ભર થીમ પર સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિવ્યાંગ ભાઈ-બહેનોને વિનામૂલ્યે 15 વ્હીલચેર, બગલ ઘોડી 30, સાંભળવાના મશીન 10, ટી સ્ટોલ – 2, જ્યારે સિલાઈ મશિન 4 નંગ આપવામાં આવ્યા હતા. આ સાધનસહાયથી દિવ્યાંગો પોતાના પગભર થઈ શકે અને પોતાનું કામ જાતે કરી શકે અને રોજગારી પણ મેળવી શકે. ધનસુરા ખાતે આયોજિત કરાયેલા કાર્યક્રમમાં ધનસુરાના ગ્રામ પંચાયતના સરપંચ હેમલત્તાબેન પટેલ, સમારંભના અધ્યક્ષ તરીકે સમાજ સુરક્ષા અધિકારી કપિલ પટેલ, અતિથી વિશેષ તરીકે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ ભરતભાઈ પરમાર સહિતના હોદ્દેદારો તેમજ અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમનું આયોજન ફિઝિકલ હેન્ડિકેપ્ડ સંસ્થાન બુટાલના પ્રમુખ વિનોદચંદ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનેસંસ્થા ના કાર્યક્રરો કસરણભાઇ પ્રકાશભાઈ જોષી, પુષ્પાબેન પટેલ તથા વિજયભાઈ રાણા તથા લાલાભાઈ પરમાર દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.