ગોધરા,
હાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલા સ્ક્રેપ ના ગોડાઉન માંસાંજે ભીષણ આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી. હાલોલ માં વધુ એક વખત આવી દુર્ઘટના સર્જાતા સમગ્ર વિસ્તાર ના રહીશો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.પ્લાસ્ટિક, અને કેમિકલ ના ડ્રમ ભરેલા ગોડાઉન માં આગ લાગતા હાલોલ ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચીને ભારે જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.ગોડાઉન માં સ્પંચ, પ્લાસ્ટિક, સહિત પીપનો સ્ક્રેપ આગ માં સળગી જતા ધુમાડા ના ગોટા આકાશમાં ઉઠ્યા હતા, ગોડાઉન માં કેમિકલ ના ડ્રમ હોવાથી તે બ્લાસ્ટ થવાની સંભાવનાઓ ને કારણે લોકો માં ભય ફેલાયો છે. હાલોલ GIDC માં આવેલા કેટલાક એકમોમાં સરકારના નિયમો નું પાલન થાય છે કે નહીં તેવા સવાલો ઉઠી રહ્યા છે.